બોડેલી : શ્રાવણ માસ નિમિતે વૈષ્ણવ સમાજનું જુના મંદિરમાં હિંડોળાના દર્શનનો લાભ લઇ વૈષ્ણવ સમાજના ભક્તો ધન્ય થયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વૈષ્ણવ સમાજ નું સૌથી જૂનું ગૃહ મંદિર હોળી ચકલા માં કંચનલાલા બાવલાવાલા ના ઘરે આવેલું છે બોડેલીમાં જ્યારે હવેલી ન હતી ત્યારે વૈષ્ણવો ત્યાં દર્શન કરીને કૃતાર્થ થતા હતા.ત્યાં શ્રી ગીરીરાજજી પ્રભુ બિરાજે છે પરિવાર જનો દ્વારા નિત્ય સેવા થઈ રહી છે . બોડેલી માં હોળી ચકલા પાસે આવેલ મંદિર મા આજે પણ સેવાનો નિત્યક્રમ ચાલી રહ્યો છે અને પરિવારના બધા જ સભ્યો સેવામાં જોડાય છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં આજે ફૂલના ભવ્ય સજાવેલ ઝુલામાં બિરાજી શ્રી ગીરીરાજ બાવાએ ભક્તો ને દર્શન આપી સૌને ધન્ય બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here