ઘોઘંબા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો પારસ પટેલની બદલી થતા તાલુકાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાની પ્રજા માટે આરોગ્યલક્ષી સેવા માટે એક માત્ર રેફરલ હોસ્પિટલ જ આશાની કિરણ સમાન હોય છે. અને એ હોસ્પિટલમાં કોઈ નિષ્ઠાવાન તબીબ હોય તો ગરીબ ગભરૂ જનતા માટે દુનિયાના ભગવાનની ખોટ પુરી થઈ જાય છે..
ઘોઘંબાની રેફરલ્સ હોસ્પિટલમાં એવાજ એક તબીબ ડો પારસ પટેલ સેવા બજાવી રહ્યા હતા, પરંતુ પ્રશાસન દ્વારા તેઓની લીમખેડા મુકામે ખાતાકીય બદલી કરાતા ઘોઘંબા સહિત તાલુકાના આગેવાનો તેમજ સામાન્ય જનતામાં નારાજગીનો મહાલો છવાયો છે. જેથી આજરોજ ઘોઘંબા ખાતે સભ્ય નાગરિકોએ ભેગા થઈ ડો પારસ પટેલની બદલી અટકાવવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઘોઘંબા જેવા અંતરિયાળ વિસ્તારમાં ડો પારસ પટેલ વર્ષોથી પ્રામાણિકતા પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આદિવાસી તેમજ ગરીબ લોકોના બેલી ગણાય બની કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર અને રાત્રે કોઈપણ સમયે ફોન કરતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી જઈ દર્દીની સારવાર કરતાં હોય છે તેમજ ચોવીસ કલાકમાં ૨૯ ડીલેવરી કરાવતા હોય એવા જવાબદાર ડોકટરની બદલી થતા તાલુકાના અને દરેક ગામડામાં તેમની બદલીને લઈને લોકોમાં આઘાત જેવો માહોલ પ્રસરાયો છે જેથી જિલ્લાના જવાબદાર અધિકારીઓ લોક હિતાર્થે તેમની બદલી તાત્કાલિક રોકે એવી માગણી સાથે મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ડો પારસ પટેલની બદલી નહીં રોકવામાં આવે તો દરેક ગામના લોકો ભુખ હડતાલ પર ઉતરશે એવી ચીમકી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here