બોડેલી વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે, તેની સાથે ટાઈફોઇડના દર્દીઓ પણ વધ્યા છે, ત્યારે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી વિભાગ ભરેલો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે ચોમાસા પછી થોડાક દિવસ માં ડેન્ગ્યુનો વાવર દેખાતો નથી. પણ આ વખતે વધુ પ્રમાણમાં પડેલા વરસાદને લીધે ડેન્ગ્યુના મચ્છર જોવા મળી રહ્યા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળાને લીધે દર્દીઓનો ઘસારો દવાખાનામાં જોવા મળી રહ્યો છે. બોડેલી પબ્લિક હોસ્પિટલ માં ડેન્ગ્યુ અને ટાઈ ફોઇડ ના દર્દીઓ આવતા હોવાનુ જાણવા મળ્યું હતું. હાઈજીનયુક્ત ખોરાક ન હોવાને લીધે ટાઇ ફોઈડ થતો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here