પંચમહાલ : તા.૩૦મી નવેમ્બરે જિલ્લાના ૦૭ તાલુકાના કુલ ૧૪ ગામોમાં ‘વિકસિત ભારત,સંકલ્પ યાત્રા’ભ્રમણ કરશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

કેન્દ્ર સરકારની ૧૭ યોજનાઓનો જિલ્લાના ૫૨૫ ગામોમાં પ્રચાર પ્રસાર કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ થી આરંભાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.ત્યારે રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓ સ્થિત ગામોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાશે. પ્રથમ દિવસે જિલ્લાના ૦૭ તાલુકાના કુલ ૧૪ ગામોમાં રથયાત્રાની શરૂઆત કરાશે.જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૩ થી શરૂ થતી આ યાત્રા આગામી તા.૨૪/૦૧/૨૦૨૪ સુધી યાત્રા તમામ ગામોમાં પરિભ્રમણ કરશે.જિલ્લામાં ૫૨૫ ગામોમાં કેન્દ્ર સરકારની ૧૭ યોજનાઓ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

યાત્રા અન્વયે ગોધરા તાલુકામાં સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ દરમિયાન મહેલોલ ખાતે જ્યારે બપોરે ૨.૩૦ થી ૫.૩૦ દરમિયાન તોરણા ગામે કાર્યક્રમ યોજાશે. જ્યારે આજ સમય દરમિયાન શહેરા તાલુકામાં તાડવા અને ડેમલી ખાતે,ઘોઘંબા તાલુકામાં સીમલીયા અને બારીયાફળી ખાતે,કાલોલ તાલુકામાં બેઢિયા અને ખરસાલિયા ખાતે,મોરવા હડફ તાલુકામાં કુવાઝર અને નસિરપુર ન.વ ખાતે,હાલોલ તાલુકામાં મોટી ઉભરવાન અને ઘોઘડવા ખાતે જ્યારે જાંબુઘોડા તાલુકામાં ગરમુલા અને જોટવડ ખાતેના ગામોમાં કાર્યક્રમ યોજાશે.

પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી,તાલુકા કક્ષાએ સંકલ્પ યાત્રાના મોનીટરીંગ સંકલન તેમજ અન્ય તમામ આનુસંગિક કામગીરી સબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને મામલદારશ્રીઓ એકબીજાના સંકલનમાં રહીને સમગ્ર કામગીરી સુવ્યવસ્થિત કરવામાં આવશે.જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં સાત “રથ” તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરશે અને ‘વિકસિત ભારત,સંકલ્પ યાત્રા’ હેઠળ જિલ્લાના આંતરિયાળ વિસ્તારના જન-જન સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે,જેના થકી વધુમાં વધુ લોકો આ યોજનાઓ અંગે માહિતી અને લાભ મેળવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here