બોડેલી બસ ડેપોમાંથી મુસાફરના લગેજને લઈ ડ્રાઈવરને શંકા જતા લગેજ બોક્સમાં મુકેલ થેલો તપાસતા વિદેશી દારૂ મળી આવ્યો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી બસ ડેપોમાંથી છોટાઉદેપુર – અમદાવાદ રૂટની બસમાં મુસાફરના લગેજને લઈ ડ્રાઈવરને શંકા જતા લગેજ બોક્સમાં મુકેલ થેલો તપાસતા વિદેશી દારૂ મળી આવ્યો હતો બનાવની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ ડેપો પર પોહચી દારૂ સાથે આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર – અમદાવાદ બસની રૂટમાં દારૂની હેરાફેરી માટે બુટલેગર છોટાઉદેપુર થી અમદાવાદની ટીકીટની સાથે લગેજની ટીકીટ લઈ વિમલનો થેલો બસના લગેજ બોક્સમાં લગેજ તરીકે મુકાવ્યો હતો ત્યાર બાદ બુટલેગર બસમાં સવાર થઈ ગયો હતો આ બસ છોટાઉદેપુરથી અમદાવાદ શહેર ખાતે આવી રહી હતી. તે દરમિયાન બસ બોડેલી ડેપોમાં આવતા ડ્રાઈવરને લગેજને જઈ શંકા જતા તેણે લગેજ બોક્સમાં થેલો તપાસતા વિદેશી દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ બોડેલી પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક બસ ડેપો પર પોહચી લગેજ બોક્સ માંથી થેલો કાઢી બસની અંદર બેઠેલા વીનું રાઠવા (રહે. લગામી જી. છોટાઉદેપુર) બુટલેગરને ઝડપી પાડી પોલીસે તેની પાસેથી ૨૯૦૨૫ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here