બોડેલી : પાટણા પાસે કાર અકસ્માતમા બે યુવકના મોત એક ઘાયલ

બોડેલી, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મા ડભોઇ રોડ ઉપર આવેલ પાટણ પાસે ગત રાત્રે એક મારુતિ બોલેનો નો અકસ્માત સર્જાયો હતો જેનું રજીસ્ટર નંબર છે Gj06kh 8003 આ કાર લઈને ગત રાત્રીએ લગ્ન પતાવીને પરત થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો તેમાં બે યુવાન ના ઘટના સ્થળજ મોત થયા હતા અને એક યુવકને બોડેલી હોસ્પિટલ અને બોડેલી હોસ્પિટલ થી વડોદરા સારવારથી ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમા (૧) જયદીપસિંહ શૈલેષભાઈ બારીયા ઉંમર વર્ષ ૩૦ તેઓ ગરોલના વતની હતા ( ૨) અને આ બીજા નંબરનો યુવક અનિલ કુમાર રાઠવા તેઓ ડેરીયા ગામના રહેવાસી છે તેવું જાણવા મળ્યું હતું તેઓની ઉંમર વર્ષ ૧૯ છે અને ત્રીજો વ્યક્તિ યુવરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ ૧૮ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓ મોટીમાણેક પુર ના રહેવાસી જાણવા મળ્યુ છે તેઓને તાત્કાલિક સારવાર માટે બોડેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ત્રણેય યુવાનો ગત રાત્રે બોડેલીમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં લગ્નની હાજરી આપી ઘરે જવા રાત્રે નીકળ્યા હતા તે દરમિયાન બોડેલી ડભોઇ રોડ ઉપર આવેલ પાટણા ગામ પાસે અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા અને એક યુવક ઘાયલ થતા વડોદરા રીફર કરવામાં આવ્યો હતો બોડેલી પોલીસ ગંભીરતા લઈને બોડેલી પોલીસ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે આ અકસ્માત જોવા માટે લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here