બોડેલી નવીનગરીમા ડરના વાતાવરણમાં જીવતા રહીશો

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એસ.ટી.ડેપો સામે નવી નગરીના રહીશો ભયના પરછાયા નીચે જીવી રહ્યા છે

ત્ર ની બેદરકારી સામે આવી વીજ વાયરો લબળતા સ્થાનિક રહીશોમાં અકસ્માત નો ભય

બોડેલી એસ.ટી.ડેપો સામે આવેલી નવીનગરીમાં વર્ષોથી વીજ વાયરો લબળેછે જે અને લાઈટ બિલ ફળવા માટે જે માણસો આવે છે તેમને સ્થાનિક રહીશો ની મહિલા દ્વારા રજુઆત કરવામા આવતી હોય છે પરંતુ એ લોકો આ કામ અમારૂ નથી એમ કહી જતા રહેછે અને વાત પણ સાચી છે પણ આ લોકોને કહેવામાં આવે છે તો એ ઓફિસમાં જાણ તો કરે કે નવીનગરીમાં આવી પરિસ્થિતિ છે પણ ના આવું ન કરી શકે કરણ કે એમને તો બિલ ફળવા જેટલીજ જવાબદારી હોય છે પણ આટલા વર્ષોથી આ લબળતા વાયરોનો કોઈ ભોગ બનશે તો જવાબદાર કોણ? એતો શારૂ છે કે કોઈ જાન હાની થઈ નથી તો શું તંત્ર જાનહાની ની રાહ જોઈ રહ્યું છે? તો પ્રજા વતી તંત્રને જાણ થાય કે આ લબળતા વાયરોનો સરખી રીતે ઉપર બાંધી કોઈને નુકશાન ન પોહચે એવી રીતે આ લબળતા વાયરોની વ્યવસ્થા કરે અને સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે અને તંત્ર શુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે?એમ લાગી રહ્યું છે અને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા કરવા છતાં તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહ્યું હોય એમ લાગી રહ્યું છે આટલી માઠી પરિસ્તીથી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય આવું લાગી રહ્યું છે અને એ ક્યારે જાગશે તે જોવાનું રહ્યું
અને આ બોડેલીની નવીનગરી વિસ્તારમાં આ લબળતા વાયરોને લઈ કેટલીકવાર કરંટ લાગવાના બનાવો પણ બની ચુકયા છે શારૂ છે કોઈ જાનહાનિ નથી થઈ એમ ત્યાંના રહીશોએ જણાવેલ છે પણ હવે નવીનાગરના રહીશો માં આ લબળતા વીજ વાયરોને લીધે આકાસમતનો ભય જોવા મળી રહ્યો છે રહીશોએ ગ્રામ પંચાયત અને વીજ કચેરીએ આ બાબતે વારંવાર રજૂઆતો કરીછે પણ તંત્ર પર એની કોઈ અસર જોવા મળી નથી અને એ વીજ વાયરોને ઉંચા કરવાની કોઈ કામગીરી થયેલ નથી જેનો રોષ રહીશો દ્વારા ઠાલવવામાં આવ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આ લબળતા વાયરોને વ્યવસ્થિત રીતે ઉંચા કરે એવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે અને હજુ આના પર તંત્ર દ્વારા ધ્યાન નહીં આપવામાં આવે તો ઉગ્ર રજુઆત કરવાના એંધાણ લાગી રહ્યા છે જે બાબતે તંત્ર વહેલી તકે આ લબળતા વીજ વાયરોને ઉંચા કરી રહીશોને ભય માંથી મુક્ત કરે એવી એસ ટી ડેપો સામે આવેલી નવી નગરીના રહીશોની માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here