બોડેલી નગરમાં જલારામ જયંતી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જાંબુઘોડા રોડ ઉપર આવેલ જલારામ મંદિરે ગઈ રાત્રે જલારામ અન્નક્ષેત્ર લાભાર્થે ભવ્ય લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો આ ભવ્ય ડાયરામાં સૌરાષ્ટ્રના એવા એક નામીકલાકાર દેવાયત ખવડ તેમજ અપેક્ષાબેન પંડ્યા તેમજ જગદીશભાઈ ડાભી ઉમેશભાઈ પરમાર તેમજ હાસ્ય કલાકાર હિતેશ અંટાલા કલાકારો બોડેલી નગરમાં આવીને જલારામ અન્ન ક્ષેત્ર નિમિત્તે જલારામ મંદિરે ભવ્ય ડાયરો કરવામાં આવ્યો હતો બોડેલી લોહાણા સમાજના આગેવાનો દ્વારા ભવ્ય ડાયરા તેમજ જલારામ જયંતિ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં જલારામ ભક્તો તેમજ લોહાણા સમાજના આગેવાનો તેમજ છોટાઉદેપુર જિલ્લા સંસદ ગીતાબેન રાઠવા તેમજ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંગ તડવી તેમજ ભાજપ કાર્યકર્તા ઉપેન્દ્રભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય ડાયરો નિહારી રહ્યા હતા આજે જલારામ જયંતિ નિમિત્તે બોડેલીમાં રામજી મંદિરથી જાંબુઘોડા રોડ પર આવેલ જલારામ મંદિરે ઘોડાગાડી બગીમાં જલારામ બાપાની પ્રતિમા સાથે બોડેલી નગરમાં ભવ્ય શોભા યાત્રા નીકાળવામાં આવી હતી આ શોભા યાત્રામાં જલારામ ભક્તો તેમજ રોહન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શોભા યાત્રામાં જોડાયા હતા જય જલારામ ના નારા સાથે પણ બોડેલી નગર ગુંજી ઉઠ્યું હતું જલારામ મંદિરની પાસે આવેલ રાધાકૃષ્ણ ઓઇલ મીલ ના માલિક રાજુભાઈ ગાંધી તેમની મિલના પટ્ટાગણમાં જલારામ બાપાના જન્મ જયંતી નિમિત્તે મિલના કમ્પાઉન્ડમાં જલારામ બાપાના જન્મ જયંતી ની ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here