બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના 3000 શિક્ષકો જૂની પેંશન યોજનાની માંગણી સાથે ગાંધીનગર ધરણામાં જોડાયા

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલી તાલુક સહીત ના ત્રણ હજાર જેટલા શિક્ષકો જૂની પેન્શનને લઈને ગાંધીનગર જઇને વિરોધ પ્રદર્શમાં જોડાયા પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે જૂની પેંશન યોજના ફરી બહાલ કરવા અને સાતમાં પગાર પંચમાં બાકી લાભો મેળવવાની માંગણી સાથે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલ .જેમાં બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાંથી લગભગ 3000 થી વધુ શિક્ષકો જોડાયા અને સરકાર સમક્ષ પોતાની માંગણી મુકવાના છે .જેમાં બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે નવી પેંશન યોજનામાં નિવૃત્તિ બાદ જે પેંશન મળે છે તેમાં જીવન નિર્વાહ કરવું પણ શક્ય નથી.નજીવા પેંશનમાં નિવૃત્તિ બાદ કર્મચારી પાસે પૂરતા પેંશનના અભાવે તેઓનું જીવન લાચારીથી ભરેલું બની જાય તેમ છે.માટે ગુજરાત રાજ્યના દરેક સંવર્ગના કર્મચારીઓ જૂની પેંશન યોજનાની માંગણી કરી રહ્યા છે જે માંગણી વ્યાજબી હોઇ કર્મચારી મંડળ કોઈપણ ભોગે પોતાની બંને માંગણીઓ માટે લડત આપી રહ્યા છે. બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદિપભાઇ ના કહેવા મુજબ ગુજરાત સરકાર કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લેશે અને જૂની પેંશન યોજના અને સાતમાં પગાર પંચના તમામ લાભો આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here