બોડેલી તાલુકાના રાજવાસણા આડબંધની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના રાજવાસણા આડબંધની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત રાજ્યના જળસંપત્તિ,પુરવઠા,અન્ન અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી હતી.રાજ્યના મંત્રીને અધિક્ષક ઇજનેરે રાજવાસણા આડબંધ ઉપર નહેરોનું માળખાગત નવીનીકરણ હેરણ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંગે આપી હતી.હેરણ આડબંધ યોજનામાં વર્ષો વર્ષ કાપ જમા થયેલ હોવાનું પ્રમાણ વધતું ગયું હોવાથી આડબંધ સિલ્ટ અ પ થયેલ હોવાથી નવીન પ્રકારનો રબર ડેમ બનાવવાની સરકારમાં દરખાસ્ત કરેલ છે.હેરણ આડબંધ યોજનામાં બાકી રહેતી નહેરોનું વહેલીતકે રીનોવેશન કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.હેરણ નદી અને ઓરસંગ નદીની ઉપરવાસમાં આવેલ બોડેલી,કવાંટ, પાવીજેતપુર,નસવાડી તાલુકાના ખેડૂતોને કોઈ પણ પ્રકારના સિંચાઈ સ્રોતથી પાણી મળી શકતું નથી તે માટે નવા ચેકડેમ,વિયર કે બરાજ આધારિત સિંચાઈ યોજનાઓ બનાવવા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજના બનાવી ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવવા અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને સૂચન કર્યા હતા.આ રાજવાસણા આડબંધ સ્થળ મુલાકાતમાં વડોદરા સિંચાઈ વર્તુળ અધિક્ષક ઈજનેર એસ ટી ગામીત,બોડેલી સિંચાઈ વિભાગ ૨ ના કાર્યપાલક ઈજનેર ડી કે પટેલ,જે જી રાણ પરા,એચ કે પ્રજાપતિ, મોટીવાટ સરપંચ કાજલબેન સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી કુંવરજી બાવળિયાનું સરપંચ કાજલબેને સાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.રાજવાસના આડબંધ અંગે મંત્રીએ હકારાત્મક અભિપ્રાય આપી આવનારા દિવસોમાં સ્થાનિક પ્રજાજનોને સિંચાઈમાં અગવડતા ન ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here