પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઊજવાઈ

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતીની ઊજવણી ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણીના કાવ્યો અને ગીત તેમજ હાલરડા ગાયા હતા જેમાં ” આભમાં ઝીણી ઝબૂકે વીજળી ” વણજારા રશ્મિતાબેન તથા ” રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” બારીઆ પાયલ અને “શિવાજીનું હાલરડું” બારીઆ નૈનિક્ષા તથા શકીલ શહિન ધ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું. આ રીતે તેમના લોકસાહિત્યના કાર્યને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી કોલેજના આચાર્ય ડો.વિનોદ પટેલીઆ તથા ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો. વિજય નીનામા તથા સમાજશાસ્ત્ર વિભાગના ડો.લીપાબેન શાહ અને નોન ટીચિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ગુજરાતી વિભાગના ડો.ભાવિની પંડ્યા દ્વારા ઝવેરચંદ મેઘાણી વિશેની વાત કરવામાં આવી હતી તેમજ ગુજરાતી વિભાગ અધ્યક્ષ પ્રતિકભાઇ શ્રીમાળી દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન તથા ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યમાં રહેલું લોક હૃદય તથા ભાવ વિશે વિસ્તૃત વાત કરવામાં આવી હતી તથા મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here