બોડેલી તાલુકાના જબુગામ સદ્દામ ટેકરી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા વરલી મટકાના જુગારના અખાડા પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રોકડ સહિત ૧૨ મોબાઇલ સાથે ૧૪ ગેમ્બલરોને  ઝડપી પાડયા… જ્યારે અન્ય ચાર આરોપી નાસી છુટવામાં સફળ રહ્યા…

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીનગર સ્ટેટ  મોનિટરીંગ સેલને બાતમી આધારે હકીકત મળી હતી કે બોડેલી તાલુકાના જબુગામ ખાતે સદ્દામ ટેકરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી રાઈટરો બેસાડી વરલી મટકાનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે હકીકત આધારે ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે અહીં દરોડો પાડી જુગારના ધંધા પર આંકડો લખનાર તેમજ આંકડો લખાવનાર અને વરલી મટકાનો હારજીતનો જુગાર રમી રહેલા લોકો મળી કુલ ૧૪ લોકોની ધરપકડ કરી હતી જ્યારે બીજા ચાર નાસી છુટવામાં સફળ રહ્યા હતા અને  પોલીસે અહીંથી ચિઠ્ઠીઓ સહિત ૧૨ મોબાઈલ કિંમત રૂ. ૧૨૦૦૦ અને  અંગ ઝડતી તથા વરલી મટકાના મળેલ રોકડા રૂ.૩૧૮૨૦ મળી કુલ રૂ.૪૩૮૨૦ની મત્તા કબજે કરી હતી તમામ લોકો સામે બોડેલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ નસવાડી પોલીસ મથકના પીએસઆઈ એમ.એસ.સુતરીયાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓ

અયુબ ઈસામ જાદવ(વરલી મટકા આંક લખનાર રાઈટર) રહે.સદામ ટેકરી, જબુગામ, ઈસ્લામ મજર શેખ(વરલી મટકા આંક લખનાર રાઈટર) રહે.કુભારવાડા બોડેલી, સોમા રામસિંગ રાઠવા રહે.મોટી બુમડી(વરલી મટકા આંક લખાવનાર ગ્રાહક), કાન્તિલાલ સીમાભાઈ બારીયા રહે.ખોડસલ(જાંબુઘોડા)શંકર જયંતિ નાયક રહે.પીપીયા(જાંબુઘોડા),મગન હરસીગ બારીયા રહે.ખોડસલ(જાંબુઘોડા), ગણપત લલ્લુ બારીયા રહે.બૈડી ફળીયા, જબુગામ,ચંદુ મોહન રાઠવા રહે. દિવાળીબા પાકૅ.બોડેલી,વિજય રસીક રાઠવા રહે. બારીયા ફળીયા.મુલધર, રણજીત ગણપત દેશાઈ રહે.રજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here