સમગ્ર શિક્ષા, શહેરા દ્વારા તાલુકાની વિવિધ શાળાઓના 45 દિવ્યાંગ બાળકોને ₹.1500/- મુજબ ₹.67500/- Escort Allowances ચૂકવાયું…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સમગ્ર શિક્ષા IED યુનિટ અન્વયે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, ગાંધીનગરની સૂચના અન્વયે તેમજ સમગ્ર શિક્ષા, પંચમહાલ માર્ગદર્શિત ધોરણ 1 થી 8 ના વધારે વિકલાંગતા ધરાવતા સંપૂર્ણ અંધ અને CP 80 % તેમજ OH 80 % થી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે સહાયકની જરૂરિયાત મુજબ Escort Allowances આપવાનું થાય છે. કોવિડ – 19 ની પરિસ્થિતિના કારણે એક મહિનાના ₹.250/- લેખે 6 મહિના એક બાળકને ₹.1500/- આપવા માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં IED વિભાગના સ્પેશિયલ એજ્યુકેટરો તેમજ IED SS કર્મચારીઓની બ્લોક કક્ષાએ માર્ગદર્શન મિટિંગ કરી તાલુકાના તમામ દિવ્યાંગ બાળકોના ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાના સર્ટીફીકેટ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની વિગતોની ખરાઈ કરવામાં ત્યારબાદ 45 દિવ્યાંગ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તે તમામ બાળકોના બેંક ખાતામાં ₹.1500/- મુજબ ₹.67500/- Escort Allowances જમા કરાવવામાં આવ્યા હતું. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે Escort Allowances ના આધારે વધુ દિવ્યાંગતા ધરાવતા CP 80 %, OH 80 % તેમજ સંપૂર્ણ અંધ વિદ્યાર્થીઓને શાળા તેમજ બ્લોક કક્ષાએ રિસોર્સ રૂમ ખાતે લાવી શિક્ષણ આપવા તેમજ વિવિધ શારીરિક કસરતો કરાવી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવાનો સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ IED વિભાગના કર્મચારીઓની દિવ્યાંગ બાળકોના સહકાર આપવા માટેની ઉત્તમ કામગીરી બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here