વિધાર્થીઓ જોગ પંચમહાલ જિલ્લામાં બાળ પ્રતિભાશોધ સ્પર્ધા તથા બાળ નૃત્ય નાટીકા સ્પર્ધા યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંરાંટા :-

રમત,ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જીલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા બાળ નૃત્ય નાટીકા સ્પર્ધા યોજાશે.

જેમા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં “અ” વિભાગ ૭ થી ૧૦ વર્ષ, બ વિભાગ ૧૦ વર્ષથી ઉપર ૧૩ વર્ષ સુધી, ખુલ્લો વિભાગ ૭ થી ૧૩ વર્ષ સુધીના તથા નૃત્ય નાટીકા સ્પર્ધામાં ખુલ્લો વિભાગ ૭ થી ૧૩ વર્ષ સુધી” ના સ્પર્ધકો પોતાની શાળાના લેટરપેડ પર એંટ્રી બનાવી અત્રેની જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-ર, પ્રથમ માળ, રૂમ નં.૩૫, ગોધરા જી.પંચમહાલ ખાતે તા.૨૩/૦૯/૨૦૨૨ સુધી જમા કરવાનું રહેશે, અત્રે જે કલાકારોની એંટ્રી મળેલ હશે તેઓને સ્પર્ધા સ્થળ,તારીખની જાણ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here