બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ ગ્રુપ પ્રાથમિક શાળામાં શિક્ષક વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ ગ્રુપ પ્રાથમિક શાળામાં શિક્ષક વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.મણિનગર પ્રાથમિક શાળાના શિક્ષક કોદરભાઈ પટેલ,ગ્રુપ શાળામાંથી અન્ય શાળાઓમાં બદલી પામેલ અને ગ્રુપ શાળામાં આવેલ તમામ ૧૦ શિક્ષકોનું સન્માન શાલ,સરસ્વતી માતાની છબી અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.વિદાય લેતા શિક્ષક કોદરભાઈ પટેલે શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે વ્યક્તિ,વસ્તુ અને વયનો સમય નિશ્ચિત હોય છે.જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.આ જીવનમાં તમે કરેલા સત્કાર્યો જ વ્યક્તિને નામના અપાવે છે.શિક્ષક તરીકે ૩૬ વર્ષ ૬ મહિના સેવા બજાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.પોલીસ અને શિક્ષકની નોકરીનો ઓર્ડર આવેલ હોવા છતાં મેં શિક્ષકની નોકરી પસંદ કરી કેમ કે સમાજમાં શિક્ષકોનું મહત્વ અને તેમને જોવાની દ્રષ્ટિ અન્ય સેવામાં નોકરી બજાવતા કરતા વિશેષ છે.શાળામાં સેવા બજાવતા તમામ સાથી શિક્ષકો,ગ્રામજનો અને બાળકોનો હૃદયપૂર્વક સાથ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ વય નિવૃત્તિ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા,જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ,જિલ્લા શૈક્ષિક સંઘ પ્રમુખ બાબુભાઇ,તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ,બીઆરસી વિશાલભાઈ પંડ્યા,સીઆરસી શૈલેષભાઇ સહીત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કોદરભાઈ પટેલને ભાવભરી વિદાય આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here