બોડેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવાને જોડાતા રોડની દબાણ હટાવવાની કામગીરી પોલીસની હાજરીમાં કરવામાં આવી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા જોડાતા રોડ ની કામગીરી ધણા સમયથી બંધ હાલતમાં હતી બે દિવસ પહેલા કમોશી વરસાદ વરસતા ગોપાલ ટોકીઝ થી પાણી ભરાયા હતા ત્યારે ત્યાંના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ રોડનું દબાણ ક્યારે હટાવશે ને આ રોડ ક્યારે બનાવશે માટે વિરોધ કર્યો હતો આનું ધ્યાન મેં લઈને બોડેલીના ટીડીઓ બી,જી પટેલ
તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા રોડ ઉપરનું દબાણ જેસીબી મશીન દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું બોડેલી ટીડીઓ બીજી પટેલ તેમજ સોસાયટીના રહીશો સાથે રહીને અલી ખેરવા ના સામાજિક કાર્યકર્તા વીડી રાઠવા તેમજ અલીખેરવા જુથ પંચાયત ના ટલાટી. તેમજ સોસાયટીના આગેવાનો સાથે રહીને નડતરરૂપે દબાણને જેસીબી મશીન દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું અને હવે આ રોડનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here