કાલોલ કુમાર શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત રેલીનું આયોજન કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આદિવાસી લોકોના હકોનું સં૨ક્ષણ અને તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૨૩ ડિસેમ્બર ૧૯૯૪ ના રોજ યુનાઈટેડ નેશન્સની જન૨લ એસેમ્બલીમાં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. આ અગાઉ ૧૯૯૦માં યુનાઈટેડ નેશન્સની મહાસભા દ્વારા ૧૯૯૩ ના વર્ષને આંત૨રાષ્ટ્રીય આદિવાસી વર્ષ જાહે૨ ક૨વામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ તારીખ ૦૯/૦૮/૨૦૨૩ ને બુધવારે કાલોલ કુમાર શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત રેલીનું આયોજન કરાયું. જેમાં CRC CO ની અધ્યક્ષતામાં શાળાના આચાર્ય, સ્ટાફ ગણ અને તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં તાલુકા પંચાયત કચેરી કાલોલ ખાતેથી રેલીની શરૂઆત કરી નગરમાં ભ્રમણ કરી કુમાર શાળા ખાતે પરત આવી પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here