બોડેલી એસ. ટી.ડેપોની સામે એક્સિસ બેંકમાં તસ્કરો ત્રાટક્યા…રૂ ૭૧૦૦૦ ના સામાનની ચોરી થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મથકે એસટી ડેપો સામે આવેલ એક્સિસ બેંકમાં તસ્કરોએ રજાનો લાભ લઇ હાથ ફેરો કર્યો હતો પરંતુ તસ્કરો લોકર તોડવા નિષ્ફળ નિવડ્યા હતા અને તસ્કરોને મોટી સફળતા હાથ લાગી ન હતી પરંતુ તસ્કરો એક સી.પી.ઉ અને ત્રણ મોનીટર તેમજ એક. એ લ.ઇ. ડી ટીવી અંદાજિત કિંમત કુલ રૂ.૭૧.૦૦૦/ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેમજ બેંકના સીસીટીવી કેમેરા નું ડી વી આર તોડી નાખી ભારે નુક્સાન કર્યું હતું. તા.૪/૪/૨૦૨૨ ના સવારે નવ વાગે ઓપરેશન મેનેજરે બેન્ક ખોલી ત્યારે સામાન વેરવિખેર જોઈ તપાસ કરતાં બેંક મેનેજરને ચોરી થયાની જાણ થતા બોડેલી પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here