બોડેલીમાં તસ્કરોનો આતંક, ડભોઈ રોડ પર ટાયર પંકચર રિપેરિંગનું કામ કરતા વ્યક્તિના ઘરમાંથી દાગીના સહિત રોકડ રકમનો સફાયો

બોડેલી,(છોટાઉદેપૂર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના ડભોઇ રોડ પર આવેલ ભાથીજી વ્હીલ એલાઇમેન્ટનુ કામ કરતા રામ ભરત (મદનભાઇ) પાસવાન ટાયર પંક્ચર તેમજ વ્હીલ એલાઇમેન્ટ સહીતનુ કામ કરે છે અને દુકાના ઉપરના ભાગે તેઓનુ રહેણાક ધરાવતા હોય રાત્રીના સમયે તસ્કરો બાજુમા ખુલ્લી જગ્યામાથી રાત્રી સમયે ધાબા ઉપર ચઢી એક શખ્સ નીચે ઉતરી ઘરમા પ્રવેશ કર્યો હતો શખ્સે મંગળસુત્ર, વીટી,સહી ના દાગીના સાથે પોતાની દુકાન માટેનો બચતના તેમજ માલ લાવવા જમા કરેલા રોકડ રકમ લઇ ફરાર થયો હતો. ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે બોડેલી પોલીસને ચોરીના બનાવની જાણ કરાતા બોડેલી પો.ઇ એ.એસ સરવૈયાએ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે જયારે બાજુમા આવે સમ્રાટ ડી.જે ના શો-રુમ ના સી.સી ટીવી કેમેરામા ચોરીની ઘટના કેદ થઇ છે સમગ્ર બનાવને લઇ હાલ ચોરી કરનાર કોઇ જાણભેદુ હોય તેમ લાગી રહ્યુ છે કોરોના મહામારીના કારણે ધંધા રોજગારના કારણે લોકોની હાલત કફોડી બની છે અને હવે ચોરીના બનાવો બનતા વેપારીઓ સહિત લોકો ની મુશ્કેલી મા વધારો થઇ રહ્યો છે॰

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here