બોડેલીમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ… ત્રણ કેન્દ્રો પર 1008 ટેસ્ટ થયા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે વેપારીઓએ ભારે ઉત્સાહ બતાવતા રવિવારે ત્રણેય કેન્દ્રો પર કોરોના ના 1008 ટેસ્ટ થયા હતા.તેમાંથી 45 કેસ કોરોનાં પોઝીટીવ આવતા નગર માં ફફડાટ વ્યાપ્યો છે. જેટલું ટેસ્ટિંગ વધ્યું તેટલા વધુ કોરોના ના કેસ બહાર આવ્યા હતા. આવેલા કેસો પૈકી વેપારીઓ કોરોના સંક્રમિત આવતા તેમના સંપર્ક માં આવેલા ટેસ્ટ કરાવે તે હિતાવહ હશે.
છેલ્લા કેટલાક દિવસ થી બોડેલી વિસ્તારમાં કોરોના ના કેસો વધતા તંત્ર દોડતું થયું અને સુપર સ્પ્રેડર ગણાતા દુકાન દારો ને ફરજિયાત કોરોના ટેસ્ટ 10 દિવસે કરવાનું કહેતા લોકો ની લાઈન લાગી હતી. શનિવારે 450 જેટલું ટેસ્ટિંગ થયું અને રવિવારે તો ટેસ્ટ નો રેકોર્ડ થયો હતો. એક જ દિવસ માં 1008 થયા તેમાંથી 45 કોરોના પોઝિટિવ આવ્યા હતા.અલીપુરા આરોગ્ય કેન્દ્ર પર 404ટેસ્ટ થયા તેમાંથી 16પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અલીપુરા ચોકડી પર 323 ટેસ્ટ થયા તેમાંથી 19પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કોલેજ પર 281 ટેસ્ટ થયા તેમાંથી 10 પોઝિટિવ આવ્યા હતા. આ તમામ ટેસ્ટ વેપારીઓ ના થયા અને પોઝિટિવ આવતા બોડેલીમાં કોરોના પોઝિટિવ દુકાન દારો ની ઓળખ થતાં તંત્ર પણ હવે વધુ પગલાં ભરી શકશે.

બોડેલીમાં દુકાનદારો કોરોનાનો ટેસ્ટ કરવા માટે કેન્દ્ર પર પહોંચ્યા પણ ત્યાં સોશિયલ ડીસ્ટાંસિંગ નુ પાલન કરવાનું જાણે ભૂલી ગયા હોય તેમ એક બીજાને અડીને ઉભા રહ્યા હતા. આવી લાઈનમાં ઉભેલા વેપારીઓ જ સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here