બોડેલીની 26 તાલુકા પંચાયતની બેઠકો માટે શનિવારે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે તાલુકાની છ જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ ફોર્મ ભરાયા હતા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો તેમજ અસંખ્ય ટેકેદારો ઢોલ નગારા સાથે બોડેલી તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ભર્યું હતું જ્યાં ભાજપના ઉમેદવારો સાથે ધારાસભ્ય અભેસિંહ તડવી ખાસ હાજર રહ્યા હતા.
બોડેલી તાલુકાની 26 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 106 ફોર્મ ભરાયાં હતા .જ્યારે જિલ્લા પંચાયત લની છ બેઠકો માટે 28 ફોર્મ ભરાયાં છે. અપક્ષમાથી ઉમેદવારી નોંધાવી જીતેલા અમરસિહ વણઝારાને ભાજપ દ્વારા કડાછલા બેઠક પરથી ટિકિટ ફાળવતા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર અમરસિહ વણઝારા ખુલ્લી જીપમા પોતાના કાર્યકર્તાઓ, ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા પોહચ્યા હતા બોડેલી તાલુકા પંચાયતની સુયઘોડા બેઠક પર કૉંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર દિવ્યશ પટેલે બોડેલી તાલુકા પંચાયતની તમામ બેઠકો પર કૉંગ્રેસ જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.

હવે સોમવારે ફોર્મની ચકાસણી હોવાથી કોના ફોર્મ રદ થાય છે તેના પર સૌની નજર છે.કેમકે આ વખતે ફોર્મ ભરવાનું અટપટું હતું.ઘણા ઉમેદવારોને અધૂરી વિગતો સાથે ફરી પૂર્તતા કરવી પડી હતી.સોમવારે ફોર્મ ચકાસણી પછી ચૂંટણી ચિત્ર ચોખ્ખું થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here