શહેરાનગર પાલિકા ચુંટણીના ફોર્મ ભરાવાની કાર્યવાહી પુર્ણ,કુલ ૬૯ ફોર્મ ભરાયા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

શહેરાનગરમાં પાલિકાની ચૂટણી માટે ઊમેદવારી ફોર્મ ભરાવાનો અંતિમ દિવસ હતો.જેમા ભાજપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારો પણ ઉત્સાહ જોવા મળતો હતો.મળતી માહિતી અનુસાર કુલ ૬૯ ફોર્મ ભરાયા હતા.
જેમા ભાજપ અને અપક્ષના ફોર્મ ભરાયા હતા.જ્યારે ક્રોંગ્રેસના એક પણ ફોર્મ નહી ભરાતા ચર્ચા જાગી હતી.હવે નગરપાલિકામા સીધો મૂકાબલો અપક્ષ અને ભાજપ વચ્ચે જોવા મળશે. જેમા ભાજપના વોર્ડ-1માં 8,વોર્ડ-2માં-8,વોર્ડ-3માં -4,વોર્ડ-5માં-4,વોર્ડ-6માં 7 સહિત કુલ ટોટલ -39 જ્યારે અપક્ષમાં વોર્ડં-1માં 6,વોર્ડ-2માં-6,વોર્ડ -3માં 4,વોર્ડ-4માં 5,વોર્ડ-5માં 4,વોર્ડ-6માં-4 કુલ સહિત 30 ઉમેદવાર,આમ ભાજપ -અપક્ષના કુલ મળીને 69 ફોર્મ ભરાયા હતા.

જેમા ભાજપના જીલ્લા ઉપપ્રમૂખના જીજ્ઞેશભાઈ પાઠકના પુત્ર શ્વેત પાઠકે વૌર્ડ-2માથી ફોર્મ વાજતે ગાજતે ભર્યુ હતૂ.
અને પોતાની વિજયનો દાવો પણ મીડીયા સમક્ષ જાહેર કર્યો હતો.પરતુ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કયા કારણોસર ફોર્મ પાછુ ખેચતા સૌ કૌઈ આર્શ્યયમાં મૂકાયા હતા.અને તેની જગ્યાએ વિવેક પંચાલને ઉમેદવારી નોધાવી હતી.

તાલુકા પંચાયતની બેઠકની ૩૦ બેઠકો માટે ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ કરી છે.જેમાઅણિયાદ-3, બોરીયા-3,દલવાડા-3, ધામણોદ-3, નાંદરવા-3,સૂરેલી -4,વાડી-4 એમ મળીને કુલ 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here