બોડેલીની એમ ડી આઇ પ્રા.શાળાના ધોરણ ૦૧ થી ૦૪ ના બાળકોનું ચાર્ટ પ્રદર્શન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એમ.ડી.આઈ.પ્રાથમિક શાળામાં ધોરણ ૦૧ થી ૦૪ ના બાળકો દ્વારા ચાર્ટ તથા મોડેલ બનાવી જોહન ડ્યુઇના પ્રવૃત્તિ દ્વારા શિક્ષણથી બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રદર્શન યોજાયું જેમાં 137 વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા.નાના નાના ભૂલકાઓ નો અનેરો ઉત્સાહ જોઈ ગામ ના નાગરિકો અચરજ પામ્યા.જેનું મુખ્ય હેતુ ગણિત,ગુજરાતી,અંગ્રેજી જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની એવી પ્રવૃત્તિઓ પૂરી પાડવી જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષ્ણપ્રદ અનુભવો થાય.તેમની તર્કશક્તિ વિકાસ પામે શિક્ષણ પ્રત્યે રસ જાગે તે હેતુસર પોતાની શકિત મુજબ વિવિધ ભાષાકીય ચાર્ટમાં વર્ણમાળા,વ્યાકરણ તથા ગણિત ના સૂત્રો દ્વારા પ્રદર્શનનો લાભ લેનાર પ્રજાજનોને નાના નાના ભૂલકાઓએ મંત્રમુગ્ધ કરી દીધા હતા.ટ્રસ્ટી મંડળે ક્રિડા દ્વારા શિક્ષણ થી લાભ લેતા બાળકોની પ્રશંસા કરી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય શેહનાઝબેન પઠાણ દ્વારા સહભાગી થનાર વિદ્યાર્થીઓને બેસ્ટ 15 કૃતિઓને ઇનામ ની જાહેરાત કરી હતી સાથે વાલીગણને પોતાના બાળકના રસને જાણી તેઓ પણ વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં મદદરૂપ થયાં હતાં અને તે દિશા તરફ શિક્ષણ પ્રત્યે ઉત્સાહી બનાવવા આહવાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here