બોડેલીના સાલપુરા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીના સાલપુરા ગામે પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા બાઈક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા બનાવની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પોહચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના સખાન્દ્રા ગામે રહેતા રમેશભાઈ નાયકા અને અમરતભાઈ નાયકા બાઈક લઈ બોડેલીના ગરોલ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન બોડેલીના સાલપુરા ગામ પાસે સામેથી આવી રહેલી કારના ચાલકે બાઈકને અથાડતાં બાઈક પર સવાર બે યુવાનો રોડ પર પટકાતા યુવાનોને ગંભીર ઈજા પોંહચતા ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા બનાવના પગલે સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા બનાવની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પોહચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી અને પોલીસે લાશને પીએમ માટે જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here