બોડેલીના ડભોઈ રોડ પર આવેલ પટેલ મોટસૅની દુકાન આગળ હુન્ડાઈ ગાડીમાં ભારતીય બનાવટ અંગ્રેજી દારૂ સાથે એક ઈસમની બોડેલી પોલીસે ધરપકડ કરી હતી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના ડભોઈ રોડ પર આવેલ પટેલ મોટસૅની દુકાન આગળ એક ઇસમ હુન્ડાઈ ગાડીમાં ભારતીય બનાવટનો રૂપિયા ૭૩૪૭ કિંમતના વિદેશી દારૂ સાથે  મોબાઇલ નંગ ૨ મળી કુલ રૂ.૧૩૩૪૭નો મુદ્દામાલ સાથે એક ઈસમની બોડેલી પોલીસે ધરપકડ કરી હતી.     બોડેલી ડભોઇ રોડ પર બોડેલી પોલીસને મળેલ બાતમીના આધારે બોડેલી ખાતે આવેલ પટેલ મોટસૅ દુકાન આગળ જતાં એક ઈસમ સદર બાતમી હકીકતવાળી ગાડી આગળ ઊભો હોય તેને પોલીસે પકડી પાડી નામઠામ પુછતા પોતે પોતાનું નામ ફુલચંદ રમણ પટેલ રહે.બોડેલી,મુળ રહે.વિહાર,તા.માણસા હોવાનું જણાવેલ જેને સાથે રાખી સદર બાતમી હકીકતવાળી ગાડીમાં જોતા વચ્ચેની સીટની બાજુમાં ચોરખાનુ બનાવી સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૩ મળી આવેલ હતી બોટલ ઉપર જોતા રેડ લેબલ વ્હીસ્કી ૭૫૦ એમએલની બોટલ હોય જેની એક બોટલની કિંમત રૂ.૨૪૪૯ લેખે કુલ બોટલ નંગ ૩ ની કિંમત રૂ.૭૩૪૭ નો ગેરકાયદેસરનો પ્રોહી મુદામાલ તથા સદર ઈસમ પાસેથી બે નંગ મોબાઈલ ફોન જેની એકની કિંમત રૂ.૩૦૦૦ લેખે બે મોબાઈલની કિંમત રૂ.૬૦૦૦ મળી કુલ રૂ.૧૩૩૪૭ નો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની ધરપકડ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here