નર્મદા જીલ્લામાં નીતિ આયોગ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા “સુરક્ષિત હમ સુરક્ષિત તુમ” અભિયાન અંતર્ગત સ્વયંસેવકોને જીવનલક્ષી તાલીમ અપાઈ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નીતિ આયોગ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા “સુરક્ષિત હમ સુરક્ષિત તુમ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વર્ચુયલ અને ફિજીકલ રીતે સ્વયંસેવકોના સહયોગથી કોવિડ-૧૯ની મહામારીમાં જન-જાગૃતિની મોહિમ ચલાવવામાં આવી રહી છે.

આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના યુવાનો કે જેમને ધોરણ ૧૦ થી કોલેજ સુધીનો અભ્યાસ હોય એમના સહયોગ સાથે ફોન-કોલના માધ્યમથી અને ફિઝિકલી જિલ્લામાં કોવિડ-૧૯ જન-જાગૃતિ અને રસીકરણનું મહત્વ સમજાવવામાં આવે છે. આ ઉપરાંત આ અભિયાનમાં જોડાયેલ નવયુવાનોને બહેતર ભવિષ્ય માટે પિરામલ ફાઉન્ડેશનની પ્રોગ્રામ લીડર અને ગાંધી ફેલોની ટીમ દ્વારા અવાર-નવાર જીવનલક્ષી તાલીમ આપવામાં આવે છે.
ગત તારીખ ૧ સેપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ કલીમક્વાણા ગામના સ્વયંસેવકોને સરપંચ વિઠ્ઠલભાઈ તડવી સહિત યોગેશ ધરટે ,પ્રોગ્રામ લીડર સુરેશ વસાવા ની દેખરેખ હેઠળ કેપેસિટી બિલ્ડીંગનો સત્ર આયોજિત કરીને રિઝ્યુમ રાઇટીંગ અને કેરિયર ગાઈડલાઇન વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.. આ જીવનલક્ષી તાલીમના કારણે તેઓ ખુબજ પ્રોત્સાહિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here