કોરોનાના કપરા કાળમાં નર્મદા જીલ્લાના દેડિયાપાડાની એ.એન.બારોટ હાઇસ્કુલ દ્વારા હાથ ધરાઇ સેવાકીય પ્રવૃતિ

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ગરીબોને મદદરૂપ થવાનુ આહવાન કરાતાં રુપિયા 1 લાખની કિંમતની અનાજની કીટોનુ ગરીબ આદિવાસીઓમા વિતરણ કરાયુ

કોરોના ની મહામારી આજે સમગ્ર દેશમાં લોકોને ભરડામાં લઈ રહી છે અને આજે કોરોના એ ગામડામાં પણ દસ્તક દીધી છે ત્યારે ગામડામાં લોકોની આર્થિક અને માનસિક સ્થિતિ વિકટ બની રહ્યી છે તેવા સંજોગોમાં દેડિયાપાડા ખાતે ની એ.એન.બારોટ હાઇસ્કુલ દ્વારા પોતાના સ્ટાફ સહિત ગ્રામજનો ને જરુરીયાત મંદ ગરીબો ની મદદ માટે આહવાન કરાતાં ડેડિયાપાડા ગામના યુવાનો વિશાલભાઈ પટેલ ,ચન્દ્રેશભાઈ શિમ્પી,તેમજ રતન સિંહ વસાવા સાહેબ અને બારોટ સ્કૂલના સ્ટાફ યોગેશભાઈ ભલાણી તથા આરીફ સૈયદ સતારભાઈ ,નિલેશભાઈ વસાવાએ” કોઈની ખુશી માટે આપણે નિમિત બનીએ
એજ આપણો શ્રેષ્ઠ કર્મ છે”
એ ઉક્તિને સાર્થક કરવા એ એન બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ના સ્ટાફ મિત્રો અને ગ્રામજનો તરફથી આસપાસના ગરીબ લોકો કે જેમને ખરેખર આ કપરા સંજોગો માં અનાજ તેમજ જીવવા માટેની પાયાની જરૂરિયાતો મળી રહે તે હેતુથી અનાજ ની એક કીટ તૈયાર કરીને વહેંચવાનું નક્કી કર્યું બાદમાં સૌ પોતાની ક્ષમતા મુજબ આર્થિક યા અન્ય મદદ કરીને માનવતાની મહેંક પ્રસરાવી પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

દેડિયાપાડા ખાતે ની એ એન બારોટ હાઇસ્કુલ દ્વારા મદદ ની અપીલ કરાતા લોકો એ યથાશક્તિ ફાળો આપ્યો હતો જે રકમ એક લાખ ઉપર પહોંચી હતી. આ એકત્રિત થયેલ નાણાં માથી 2 કીલોલોટ ,
5 કીલોચોખા ,મીઠું
1કીલો દાળ ,1કીલો તેલ
બટાટા,ડુંગળી વગેરે
જેનું કુલ મૂલ્ય 500 જેટલું થતું હતુ જેની 200 કીટ બનાવી
જુદા જુદા ગામો જેવાકે કુટીપાડા , રુપધાટ, કોલીવાડા, નવાગામ, બોર, બોગજ , ફુલસર, બેસણા , ખુરદી જેવા ગામો મા પહોંચી જરુરીયાત મંદો ની ઓળખ કરી તેઓ ને આ અનાજ ની કીટો નુ
વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે એનોં ખાસ ઉલ્લેખનીય છે કે ગરીબ આદિવાસી ઓ જોઈએ કે સૌ સેવાભાવી યુવાનોએ આ લાભ માટે એવી વ્યક્તિને પસંદ કરેલ કે જેમને ખરા અર્થમાં મદદ અને હૂંફની જરૂર હતી..

મદદ પહોચાડવા આવેલ સેવાભાવીઓને જોઇને વેકસીન આપવા આવ્યાનુ સમજી ગામડાના આદિવાસીઓ ભાગવા માંડયા !!!

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના અંતરિયાળ ગામડાના લોકોને અનાજ ની કીટો નુ વિતરણ કરવા માટે ગયેલ સેવાભાવી ઓની ટીમ ને એક કડવો અનુભવ કહો કે વાસતવિકતા જેનો અનુભવ થયો હતો.

ટીમ જ્યારે અલગ અલગ ગામની મુલાકાતે ગઈ ત્યારે શરૂઆતમાં લોકો ટીમને જોઈને ભાગી જતા જોવા મળ્યા હતાં તેમજ સંતાઈ જતા હતા…ત્યાર બાદ જાણવા મળ્યું કે એમને એમ હતું કે રસી મુકવા માટે આવેલ છે…તો તે ઓને સમજણ પુરી પાડી કે રસીથી કોઈ નુકસાન નથી.ઓલ ઓવર સમજણ એ થઈ કે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા અને લોકોમાં કોરોના પ્રત્યે જે ડર છે તે કાઢવાની જરૂર છે.
લોકોને મેડિકલ સુવિધાઓ ની કેટલીક બાબતો જે તે લેવલે મળી શકે તે ખુબજ જરુરી છે , આ ટીમે જે જરૂરિયાતમંદો ને જરૂર હતી ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરેલ છે..હજી પણ આ દિશામાં વધુ પ્રયત્નો કરવા ખૂબ જરૂરી જણાય છે તેમ નિલેશભાઈ વસાવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here