બોડેલીના એક માત્ર સીએનજી ગેસ પમ્પ પર બુસ્ટર ન હોઈ તેમજ ગેસનું પ્રેસર ન હોવાથી રીક્ષા તેમજ સીએનજી વાહન ચાલકોને ભારે હાલકી

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

હાલોલ બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ બોડેલી ના એક માત્ર સીએનજી ગેસ પમ્પ પર બુસ્ટર ન હોઈ તેમજ ગેસનું પ્રેસર નહોવાથી રીક્ષા તેમજ સીએનજી વાહન ચાલકોને ભારે હાલકી ભોગવી કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે આ અંગેમીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરતા ગેસ એજન્સીએ અહેવાલની ના પગલે બુસ્ટર નાખવા નું નક્કી કરતા બુસ્ટરની કીટ ગેસ પંપ પરમોકલી આપી છે અને
ટૂંક જ સમયમાં બુસ્ટરનો વાહનચાલકોને લાભ મળવાનો હોઈ સીએનજી વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ સીએનજી પંપ બોડેલીના હાલોલ રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે અહીં બુસ્ટર નહોવાથી રીક્ષા તેમજ અન્ય વાહનોની લાંબી કતાર જોવા મળે છે તેમજ ગેસ નું પ્રેસર ન મળતા સીએનજી વાહન ચાલકોને કલાકો સુધીલાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે વાહનચાલકો પોતાનો કામ ધંધો છોડી કલાકો સુધી સીએનજી પંપ પર લઈનોમાં ઉભારહે છે સીએનજી વાહનોની સંખ્યા વધી રહી છે પરંતુ તેની સામે જિલ્લામાં માત્ર એકજ સીએનજી પંપ હોવાથી વાહનો નો જમાવડો જોવામળી રહ્યો છે.

આ અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તેના પડઘા પડ્યા છે ગેસ એજન્સીએ ગણતરીના દિવસનોમાં આ અહેવાલ ના પગલેબુસ્ટર નાખવા નું નક્કી કરતા બુસ્ટરની કીટ ગેસ પંપ પર મોકલી આપી છે અને ટુંક સમયમાં તેનું ફિટિંગ કરી બુસ્ટર કાર્યરત કરી દેવામાંઆવશે તેમ જાણવા મળ્યુ હતુ બુસ્ટર નો લાભ મળવા નો હોઈ સીએનજી વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પમ્પ ઉપર અમારે ગેસ ભરાવવો હોય તો બે ત્રણ કલાક સુધી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું અમારો ધંધો બગાડીને અમારે બેત્રણ કલાક સુધી પ્રેસર લેવા લાઈનો માં ઉભા રહેવું પડતું હતુ અને આ સમસ્યના નો મીડિયામાં અહેવાલ આપ્યા બાદ ગેસ પમ્પ પરબુસ્ટર કીટ આવી છે એનાથી હવે અમને ખુબ લાભ થશે અને તેના પગલે તમામ વાહન ચાલકો માં હાલ આનંદ ની લાગણી પ્રસરી ગઈછે અમે વાહન ચાલકો મીડિયાના અહેવાલને બિરદાવીએ છીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here