બોડેલીનાં મોડાસર ખાતે ૩૦ બેડનાં કોવિડ ૧૯ સેન્ટરને સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે ખુલ્લુ મુકાયું…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત કેસ ની સંખ્યા ૨૭૬ પર પહોંચી છે જેમાંથી ૨૨૧ દર્દીઓ કોરોના ને મ્હાત આપી છે. હાલમાં ૪૪ દર્દીઓ છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક ખાતેનાં કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે અને બેનાં જ મૃત્યુ કોરોના ને કારણે થયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને હાલ કોવિડ સેન્ટરમાં ખુબ સારી સુવિધાઓ અને સારવાર આપવામાં આવી રહી છે આવા દર્દીઓની તબિયત બગડે ત્યારે તેઓને વધુ સારવાર માટે વડોદરા સુધી જવું ન પડે અને અહીં જ તેઓને એજ સારવાર અને સુવિધાઓ નિ: શુલ્ક પણે તેવા હેતુ સાથે આજે મળી રહે તેવા ઉમદા હેતુથી બોડેલીના મોડાસર ખાતે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૦ બેડનું કોવીડ-૧૯ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેનું ઉદ્દઘાટન કરતા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ દિપ પ્રાગટ્ય તેમજ રીબિન કાપીને કરતા ક્રિટીકલ કેસોની ચિંતા કરીને આજે નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે એકવાર વ્યક્તિ સંક્રમિત થયા પછી જેલ જેવી પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે આ મહામારી નો કોઈપણ વ્યક્તિ ભોગ ન બને અને જિલ્લાના કોઈપણ સેન્ટરમાં જવું ન પડે તે માટે વિઘ્નહર્તા ગણપતિ દાદાને પ્રાર્થના કરી શરૂઆતના lockdown ના સમયમાં તેનું પાલન કરતા હતા પરંતુ લોકોમાં કોરોના નો એક ડર પણ હતો જેને લઇ ગુજરાત સરકારે બહાર પાડેલ ગાઇડ લાઇન હવે લોકો સ્વીકારતા થયા છે પરંતુ હજી લોકોમાં જાગૃતતા લાવવા દરેકે ચિંતા કરવી જોઈએ તેમ કહી તેઓએ પંડ્યા પરિવાર અને જિલ્લા વહીવટીતંત્ર અને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી, બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહ, મામલતદાર જી.આર. હરદાસાણી, બોડેલી તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા સહિત બોડેલી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જિલ્લામાં હાલ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ અને પોલિટેકનિક કોલેજ તેમજ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં કોવિડ- ૧૯ સેન્ટરો ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર જિલ્લાની જનતાને સારામાં સારી સુવિધા આપવા કટિબદ્ધ છે હાલ કોરોના સંક્રમિત દર્દીઓને સારામાં સારી સુવિધા અને સારવાર મળી રહી છે પરંતુ દર્દીની હાલત વધુ બગડે ત્યારે તેઓને ગોત્રી હોસ્પિટલ મોકલવા પડે છે ત્યારે હવે અગમચેતીના ભાગરૂપે બોડેલીના મોડાસર ખાતે મોડર્ન ટેક્નોલોજી ધરાવતા ૮ બેડના ઈન્સેન્ટિવ કેર યુનિટ સાથેની ૩૦ બેડના બનેલા કોવિડ ૧૯ સેન્ટર નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એમ કહી તેઓએ બોડેલીના બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ મા કાર્યરત કોવિડ ૧૯ સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઇ સાજા થઇ ઘરે પરત ફર્યા છે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી એ ખરેખર અભિનંદનને પાત્ર છે તેમ કહી તેઓએ વધુમાં બોડેલી તાલુકા અને જિલ્લાના કોઈપણ કોરોના ના દર્દી ને તકલીફ પડવી જોઈએ નહીં એ બાબત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય અભેસિંહ તડવીએ શરૂઆતમાં લોકો માં કોરોના નો ડર વધુ હતો ઘણા તર્કવિતર્ક લોકોમાં ચાલતા હતા પરંતુ હવે એમાં સુધારો જોવા મળે છે લોકોએ સરકારની ગાઇડ લાઇન સ્વીકારી તેનો અમલ કરવાનું શરૂ કર્યું છે અને તે માટે જિલ્લા વહીવટીતંત્ર ની સાથે સાથે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હોય તેઓને અભિનંદન આપતા આજે ૩૦ બેડના કોવિડ સેન્ટર બનાવી તેનું ઉદ્ઘાટન થયું છે ત્યારે આવતા દર્દીઓની સેવા સારી રીતે થાય અને ગરીબોની દુઆ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ડો. ધારક પંડ્યાએ માત્ર દર્દીઓની સેવા ના આશય સાથે આ કોવિડ સેન્ટર શરૂઆત કરવા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા મળેલ સહયોગ અને પરિવારના આશીર્વાદ થી આ કાર્ય શક્ય બન્યું હોવાનું જણાવી જિલ્લા વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.
નવનિર્મિત કોવિડ ૧૯ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ અગ્રણીઓ ને આવકારતા કશ્યપભાઈ પંડ્યા એ તેમના દીકરા ડો. ધારક પંડ્યા ડોક્ટર બન્યા ત્યારથી જ ગરીબોની સેવા કરવાની તેઓની નેમ અને તેના ભાગરૂપે જ આ કોરોના નાં દર્દીઓને નિ:શુલ્કપણે સારવાર મળી રહે અને સારી સુવિધાઓ પણ મળી રહે તેનું સંપૂર્ણ રીતે ડો.ધારક ચિંતિત રહેશે તેમ કહી તેઓએ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here