બાબરા પોલિસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માસ્ક ન પહેરનાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરા પોલિસ પી.આઈ. શ્રી એસ.એન.ગોહિલ સાહેબ તેમજ પી.એસ.આઈ. શ્રી વિ.વિ.પંડ્યા સાહેબ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

બાબરા પોલિસ દ્રારા હાલ માસ્ક ન પહેરનાર સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પી.આઈ. શ્રી એસ.એન. ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી વિ.વિ.પંડ્યા સાહેબ દ્રારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો માસ્ક પહેરે તેવો પ્રયત્ન હાલ પોલિસ સ્ટાફ દ્રારા કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આજ રોજ પી.આઈ. શ્રી એસ.એન.ગોહિલ સાહેબ પી.એસ.આઈ. શ્રી વિ.વિ. પંડ્યા સાહેબ, શૈલેષભાઈ અમરેલીયા, નરેશભાઈ ઘાખડા, બાબુભાઈ તેરૈયા, પરેશભાઈ રાઠોડ, સહિત નો સ્ટાફ બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા તે દરમ્યાન તાલુકા ના ચમારડી, વાવડી, ધરાઈ, અને મોટા દેવળીયા મા માસ્ક ન પહેરનાર ૧૭ લોકો પાસે થી માસ્ક નો દંડ કુલ રૂ.૧૭૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પી.આઈ. શ્રી એસ.એન. ગોહિલ સાહેબ અને પી.એસ.આઈ. શ્રી વિ.વિ. પંડ્યા સાહેબ દ્વારા બાબરા તાલુકાના લોકોને માસ્ક પહેરવા માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ, કાયદા અને નિયમોનું યોગ્ય પણે તમામે પાલન કરવું જોઈએ, બીજા લોકોના હિત માટે લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું જોઈએ, જેથી કોરોના નો વધુ ફેલાવો ના થાય. વધુ માં જણાવ્યું હતું કે, જો લોકો જાતે સમજીને માસ્ક નહિ પહેરે તો કડક કાર્યવાહી પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેમા રૂ.૧૦૦૦ નો દંડ પણ ફટકારવા માં આવી રહ્યો છે. માટે લોકો હવે જાતે સમજીને માસ્ક ફરજીયાત પહેરવું જોયએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here