રાજપીપળા અર્બન સેન્ટર ખાતે વેકસીનેશન મહાઅભિયાન નો થયેલ શુભારંભ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સાંસદ મનસુખભાઈ વસાવા ની નાગરિકોને કોરોના વેકસીનેશન રસી મુકાવી દેશ દુનિયા ને કોરોના મુકત કરવાની હાંકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં અને  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં *વેક્સીનેશન મહાઅભિયાનની 21જૂન 2021* થી શુભારંભ કરવામાં આવ્યું છે  જે અંતર્ગત આજ રોજ *રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે* દીપપ્રાગટ્ય કરી વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત સાંસદ મનસુખભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવી હતી.
    કોરોના ની મહામારી સામે રક્ષણકારક વેકસીનેશન અંગે લોક જાગૃતિ ના યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા ગ્રામજનો તથા આગેવાનોને અપીલ કરતા સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે આવો આપણે બધા વેકેસીનેશનના મહાઅભિયાનમાં જોડાઈએ અને નર્મદા જિલ્લાના 40 સ્થળ પર 4000 લોકોને વેક્સીન આપવાનું અભિયાન શરું કરવામાં આવેલ છે ત્યારે  તેમાં એક પણ વ્યક્તિ વેક્સીન વગર રહે નહિ અને ઝડપથી વેક્સીન લગાવે તથા નર્મદા જિલ્લા અને સમગ્ર ગુજરાતને કોરોનામુક્ત બનાવીએ ની હાંસલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ડી.એ. શાહ, નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ તડવી, રાજપીપલા શહેર પ્રમુખ રમણસિહ રાઠોડ , જયેન્દ્ર પ્રજાપતિ , કમલેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો તથા આરોગ્ય અધિકારી પટેલ તથા વેક્સીનેશન મુકનાર ડોક્ટરોની ટીમ હાજર રહ્યા હતા.

રાજય સરકાર ના પુર્વ વનમંત્રી અને ભાજપા આગેવાન મોતીસીગ વસાવા એ પણ કોરોના સામે લડવા એન્ટી કોરોના વેકસીનેશન રસી મુકાવી હતી ,એ સહિત નર્મદા જીલ્લા ના આગેવાનો કાર્યકરો એ પણ વેકસીનેશન ની રસી લગાવી લોક જાગૃતિ લાવવા નો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here