પંચમહાલ : ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ જીવંત બોમ્બ સમાન જી. એફ એલ કંપનીમાં મહાકાય ધડાકો…

ઘોઘંબા,(પંચમહાલ) સાજીદ શેખ :-

ગુજરાત ફ્લોરો કમ્પનીમાં બોયલર ફાટ્યું હોવાની ચર્ચાઓ હાલ ચર્ચાઈ રહી છે

ઝેરી ગેસનું ઉત્પાદન કરતી G F L કંપનીમાં ધડાકો થતા અનેક લોકો દાઝી ગયા હોવાની સાથે કેટલાયના જીવ ગયા હોવાની ચર્ચાઓ...

જીવંત બૉમ્બ સમાન ગુજરાત ફ્લોરો કંપનીમાં મહાકાય વિસ્ફોટ થતા 25 કી મી સુધી આવાજ ગુંજી ઉઠ્યો..

G F L મા અચાનક ડધાકો થતા ઘોઘંબા સહિત આજુબાજુના ગામોમાં રહેતા લોકોમાં ગભરાટ સહિત ભયનો માહોલ…

G F L કંપનીમા છેલ્લા કેટલાય સમયથી ઝેરી ગેસ ઉત્પાદન કરવાનો કારોબાર ચાલતો હતો..

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત નગર ગામ ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લી. (G F L) નામક કંપનીમાં આશરે 11 કલ્લાક ની આસપાસ એક મહાકાય ધડાકો થયો હતો, જે અતિ તીવ્ર ધડાકાની ગુંજ G F L ની આજુબાજુ આવેલા ઘોઘંબા સહિતના 25 કી મી સુધીના ગામો સુધી ગુંજી ઉઠી હતી. તેમજ તથા કથિત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તથા ધડાકા પછીની ચર્ચાઓ મુજબ G F L માં બોયલર ફાટ્યું હોવાની વાત જાણવા મળી છે અને આ બનાવમાં અનેક લોકો દાઝી જવાથી ઘાયલ થયા હોવાની તેમજ લોકોના જીવ ગયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

અહીં એક વાત જણાવવી જરૂરી છે કે રણજીત નગર ખાતે આવેલ G F L કંપનીમાં ઝેરી કેમિકલ યુક્ત ગેસ નું ઉત્પાદન કરવામાં આવતું હતું, જે બાબતને લઈને આ કંપની અનેક વખતે વિવાદો ના વંટોળામાં ઘેરાઈ હતી, પરંતુ રાજ્કીય પીઠબળ અને રૂપિયાના જોરે આજદિન સુધી જીવંત બૉમ્બ સમાન આ કંપનીને કોઈ રોકી કે ટોકી શક્યું નહતું…

હાલ આ જીવંત બૉમ્બ સમાન G F L કંપનીમાં ધડાકો થતા આજુબાજુના ગામોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ પ્રસરાય ગયો છે, કારણે ભારતની જનતા આજે પણ ભોપાલ ગેસ કાંડને ભૂલી નથી… માટે G F L માં પણ ઉત્પાદિત થતું ગેસ હવા સાથે પ્રસરાય તો આજુબાજુના અનેક ગામોના લોકોના જીવ જોખમમાં મુકાય એવી સંભાવવનાઓ સેવાઇ રહી છે, પરંતુ ઘોઘંબા સહિતના ગામ લોકો જાતે જ સાવચેતી દાખવી પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે અને દરેક લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે, તેમજ શાળા ઓમાં પણ બાળકોને સાવચેનતીના ભાગરૂપે મોઢા પર માસ્ક પહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

બસ હવે તો એકજ દુવા છે કે જીવંત બૉમ્બ સમાન G F L માં થયેલ ધડાકાથી ઈશ્વર અલ્લાહ લોકોના જીવની રક્ષા કરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here