બાબરા નગર પાલિકાનો સપાટો…માસ્ક પહેર્યા વગર નિકળેલા લોકો પાસેથી દંડ વસૂલાયુ…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ગુજરાત સરકારના આદેશ અનુસાર કુલ ૩૦ વ્યક્તિઓ પાસેથી કુલ રૂપિયા ૬૦૦૦ નો દંડ વસૂલાત કરવામાં આવ્યો

જ્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કાળો કહેર છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં થોડી રાહત આપવામાં આવેલ છે. પણ તમામ છુંટછાટમાં શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજીયાત રહેશે. જેમાનું એક કે બહાર કોઈ કામ કાજ માટે નિકળો તો માસ્ક ફરજીયાત પહેરી ને જ નીકળવાનું રહેશે. અને જો કોઈ આ નિયમનું પાલન ના કરે તો રૂ.૨૦૦ નો દંડ ભરવાનો ફરજીયાત રહેશે.
આ ભાગરૂપે બાબરા નગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે પાલિકાએ લાલ આંખ કરી હતી. માસ્ક વગર નીકળેલ લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા માસ્ક પહેર્યા વગરના વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાત કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. આ સૂચનાઓને ધ્યાને લઈ બાબરા નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં બાબરા મામલતદાર શ્રી બગસરિયા સાહેબ, પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ, બાબરા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી રઘુવિર સિંહ ઝાલા સાહેબ તેમજ એન્જિનિયર શ્રી સોલંકી, બાબરા પી.એસ.આઈ. શ્રી પંડ્યા સાહેબ, સલિમભાઈ ઓઢા, અને બાબરા નગરપાલિકા ની ટીમ દ્વારા માસ્ક વગર નીકળતા વ્યક્તિઓ પાસે થી રૂપિયા ૨૦૦ નો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો. આજે નગરપાલિકા દ્વારા કુલ ૩૦ માસ્ક પહેરીયા વગર ના વ્યક્તિઓ પાસે થી કુલ દંડ ની રકમ રૂપિયા ૬૦૦૦ ની વસુલાત કરવા માં આવેલ હતી. અને લોકો ને અપીલ પણ કરવામાં આવેલ હતી કે, બિનજરૂરી બહાર ના નિકળે છુંટછાટ મળી છે પણ કોરોના વાયરસ સામેની લડત હજુ બાકી છે માટે સાવચેત રહેવાની ખુબજ જરુર છે. માટે બિનજરૂરી ઘરની બહાર ના નિકળવા તંત્ર તેમજ નગરપાલિકા ની ટીમ દ્રારા જનતા ને અપીલ કરવા માં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here