પોરબંદર : ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડા જિલ્લાના કંજરી ગામેથી પેરોલ/ફર્લા સ્કોડે દબોચી લીધો…

પોરબંદર,
હિરેન ચૌહાણ (બાબરા ,અમરેલી)

પોરબંદર એમજી રોડ પર આવેલી એસબીઆઇ બેન્ક શાખા માંથી ૧૫ કરોડનો બોગસ ચેક જમા કરાવી નાણા ઉપાડી લેવાની કોશિશ કરવાના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ને ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજરી ગામે થી પેરોલ/ફર્લો સ્કવોડને પકડી પાડવામાં સફળતા સાંપડી છે.
આ અંગે પોરબંદર પેરોલ/ફર્લો સ્કવોડ તરફથી મળેલ હકીકત મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર
પ્રતાપસિંગ પવાર દ્વારા નાચતા ફરતા આરોપીને શોધી કાઢવા અવાર-નવાર સૂચનાઓ કરવામાં આવતી હોય જે અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક ડો રવિ મોહન સૈનીનાઓ એ જિલ્લામાં ગુના કરીને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પેરોલ/ફર્લો સ્કવોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરદેવ સિંહ ગોહિલ તથા સ્ટાફ ને યોગ્ય માર્ગદર્શન તેમજ સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા આવા ગુનેગારોને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી.
જેમાં પોરબંદર પેરોલ/ફર્લો સ્કવોડ ના સબ ઇન્સ્પેક્ટર એચ સી ગોહિલ તથા સ્ટાફ દ્વારા પોરબંદરમાં નોંધાયેલા અને નાચતા ફરતાં આરોપીની વિગત માં કે જે સને ૨૦૧૦માં પોરબંદર એમજી રોડ પર આવેલી એસબીઆઇ બેન્કમાં પોરબંદરના એક ટ્રસ્ટના નામે રૂપિયા ૧૫ કરોડનો બોગસ ચેક બનાવી ટ્રસ્ટ ના એકાઉન્ટમાં જમા કરાવી નાણા ઉપાડવાની કોશિશ કરતા અમદાવાદ મણીનગર મણિયાવાસ ગાર્ડન પાસે ના સરનામે રહેતા કરણસિંહ ઉર્ફે કનકસિંહ હરિસિંહ વાઘેલાની હાલચાલ સામે અને મોટી રકમ હોય તેની શંકા જતા તે વખતે છાયા એસબીઆઇ બેન્કના મેનેજરની ચતુરાઈથી તે અંગે તપાસ જારી કરતા ૧૫ કરોડની મોટી રકમનો ચેક કોના દ્વારા આપવામાં આવે લ છે વિગેરે તપાસ કરાવતા આ ચેક બોગસ હોવાનું જણાતા ૨૦૧૦ વર્ષમાં પોરબંદર એમજી રોડ પર આવેલી એસબીઆઇ બેન્કના શાખા અધિકારીએ કમલા બાગ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઇ.પી.કો કલમ ૪૦૬ ૪૨૦ ૪૬૫ ૪૬૭ ૪૬૮ ૪૭૧ વી મુજબનો ગુનો દાખલ કરેલ હતો.
આ ગુનાના આરોપી છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો હોય પકડવાનો બાકી હોવાથી તેની શોધખોળ પેરોલ/ફર્લો સ્કવોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ગોહિલ દ્વારા હાથ ધરતા આ નાસતા ફરતા આરોપીઓ એ ગુન્હો કર્યા બાદ દર્શાવેલ રહેણાંક મકાન બદલાવી છુપી જગ્યાએ જતો રહેતા તે અંગે ટેકનિકલ સોર્સિંસ થી તેમજ પોકેટ કોપ નો ઉપયોગ કરીને હકીકત મેળવતા આરોપી કરણસિંહે ઉર્ફે કનકસિંહ હરિસિંહ વાઘેલા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કજરી ગામે રહેતો હોવાનું જણાતા પોરબંદર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા પેરોલ/ફર્લો સ્કવોડની ટીમને ખેડા જિલ્લામાં તપાસાર્થે મોકલવામાં આવતા તપાસ દરમિયાન આરોપી નું ગામ કંજરી હોય એ ચકસાલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતું હોય તેથી ચક સાલી પોલીસ સ્ટેશનના પી એસ આઈ જીગર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ સોહિલ ને મદદમાં સાથે રાખીને આરોપીના રહેણાંક મકાને ચાંપો મારી આરોપીને દબોચી લેવામાં આવેલ.ત્યાર બાદ આરોપીને પોરબંદર લાવીને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ના રિપોર્ટ માટે મોકલી આપવામાં આવે છે. આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડ ના પી.એસ.આઇ હરદેવસિંહ ગોહિલ તથા એએસઆઇ અરવિંદ સાવનીયા તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ બોદર, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નકુમ, દેવેન્દ્રસિંહ ગોહિલ, વજશીભાઈ વરુ, રોહિત વસાવા તેમજ ટેકનિકલ સેલના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ સાથે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here