કાલોલ પંથકમા પરવાનગી વગર બેફામ વૃક્ષ છેદન પાછળ કોના આશીર્વાદ..!!

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મલાવ રોડ પરથી દરરોજ સંખ્યાબંધ ટ્રેક્ટર માં લાકડા કાપી શો મીલો સુધી પહોંચાડવામાં આવે છે

કાલોલ તાલુકાના મલાવ પંથકમાં બેફામ વૃક્ષ છેદન કરવામા આવી રહ્યુ છે ત્યારે સંબધિત મામલતદાર કચેરી અને આર એફ ઓ વિભાગ ની કામગીરી ઉપર શંકા નાં વાદળો ઘેરાયા છે કાલોલ નાં મલાવ રોડ ઉપર ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર લાકડા ભરી ને જતા જોવા મળે છે આ ટ્રેકટર ની પાછળ કાર મારફતે પાઇલોટિંગ કરવામાં આવે છે. નજીકમાં આવેલ શો મીલો માં બિન્ધાસ્ત રીતે લાકડા મોકલવામાં આવે છે ખાનગી માલિકીની જમીન પર ઉગેલા વૃક્ષો કાપવા અને નિયંત્રણ મુદ્દે વૃક્ષ છેદન અધિનિયમ કાયદો અને વન સંરક્ષણ અધિનિયમ અમલમાં છે. આ માટે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.શહેરોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકારી, શહેરી સત્તામંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ગ્રામીણ વિસ્તારમાં મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે રાજ્યના વન મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી ‘ક’ પ્રકારના ૮૬ વૃક્ષો, ‘ખ’ પ્રકારના ૨૨ જાતના વૃક્ષો ઉપરાંત પાંચ અનામત પ્રકારના લીમડો, દેશી બાવળ, આંબો, કણજી અને આંબલીના વૃક્ષોને કાપવા માટે સક્ષમ અધિકારીની સમક્ષ ઓનલાઈન અરજી કરવી પડે છે અને આ અધિકારીઓ દ્વારા નિર્ધારિત સમય મયાર્દામાં તે અરજી ઉપર નિર્ણય લેવામાં આવ્યા બાદ વૃક્ષ કપાય છે. આવી સ્થિતિ માં કાલોલ નું વહીવટી તંત્ર લાકડા કાપવા વાળા ઉપર કેમ મહેરબાન છે તે ચર્ચા નો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here