નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલિસે કોકટી માલસામોટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ડેડીયાપાડાં, (નર્મદા) આશિક પઠાણ :-

2 આરોપીઓ ની અટકાયત કરી રૂ. 6.33 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

નવરાત્રીના તહેવારો ચાલતા હોવાનો ચાલતા હોય ને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાની મોટા પ્રમાણમાં છે ત્યારે નર્મદા જિલ્લાને ડેડીયાપાડા પોલીસે ડેડીયાપાડા તાલુકાના કોકટી માલસામોટ પાસેથી મહેન્દ્ર પીકઅપ ગાડીમાં પસાર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી 2 ઈસમો ની અટકાયત કરી રૂપિયા 6.33 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસને બાતમી મળેલી હતી કે મહેન્દ્ર પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કોકટી માલસામોટ પાસેથી સગે વગે થઈ રહ્યો છે, ત્યારે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી બાતમી મુજબની મહેન્દ્ર પીકઅપ ગાડીને ઝડપી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બિયર પેટી 16 કિંમત 36000 , રોયલ બ્લ્યુ વિસ્કી ની 50 પેટી કિંમત રૂ.2,40,000/- મળી કુલ 65 પેટી વિદેશી દારૂની પોલિસે ઝડપી હતી. મહેન્દ્ર પીકઅપ માં સવાર બે ઈસમોને પણ પોલીસે અટકાયત કરી પ્રોહિબિસન નો ગુનો નોંધી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થતો હતો તેની તપાસ હાથ ધરી છે.

મુદ્દામાલ સાથે પકડાયેલ 2 આરોપી ઓને ઝડપી તેમની પાસે થી એક મોબાઈલ ફોન કિંમત રૂ 7000/- મહિન્દ્ર પિક અપ કિંમત રૂ.3.5 લાખ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ. 2.76 લાખ મળી કુલ રૂ. 6. 33 લાખ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here