પ્રોફેશનલ પ્રેસ યુનિટી વડગામ દ્વારા નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજાયો…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રોફેશનલ પ્રેસ યુનિટી વડગામ દ્વારા પાકિસ્તાન નીસરહદ ને અડીને આવેલું નડાબેટ ગામ માં નડેશ્વરી માતાજી ના દર્શન કરવા તેમજ સિમા દર્શન કરવા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ શ્રી દશરથસિંહ સોલંકી તેમજ ઉપ પ્રમુખ જયેશભાઇ મોદી,ખુશાલભાઇ ચોરાશિયા, મહામંત્રી દીલીપભાઇ ગોહીલ,ભરતભાઇ લિંબાચિયા, સહીત બોહળી સંખ્યા માં પત્રકાર મિત્રો પરિવાર સાથે જોડાયા હતા.
વડગામ સ્થાપિત પ્રોફેશનલ પ્રેસ યુનિટી માં અલગ અલગ જિલ્લા ના પત્રકાર મિત્રો ની રચના કરવામાં આવેલી છે. જેમાં વડગામ , પાલનપુર ,ડિસા,ખેરાલુ, સતલાસણા,સિદ્ધપુર ,પાટણ ના બહોળી સંખ્યા માં પત્રકાર મિત્રો જોડાયેલા છે જે નજીવા દરે મંગળવાર રોજ એક દીવસિય બે ટાઇમ ભોજન સમારંભ સાથે સમુહ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મુસાફરિુ દરમિયાન લાખણી નજીક સતલાસણા, લાખણી ના પત્રકાર મિત્રો દ્વારા ચા-પાણી તેમજ યુનિટીના હોદ્દેદારો નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ નડાબેટ ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. નડાબેટ ખાતે પોંહચી નડેશ્વરી માતાના દર્શન કરી ભોજન પ્રસાદ લઇ યુનિટી ની વિસ્તુત ચર્ચા ની સભા ભરાઇ હતી જેમાં દરેક પત્રકાર મિત્રો ને યુનિટી દ્વારા ફુલહાર પેરાવી માનભેર સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને યુનિટી ના બિજા નંબર માં ઉપ પ્રમુખ તરીકે ખુશાલભાઇ ચોરાસિયા ની સર્વ સંમતિ થી વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૫ કિ.મી દુર આવેલી પાકિસ્તાન સરહદ ની મુલાકાત કરી સુરક્ષા કર્મિઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં યુનિટી ના તમામ હોદ્દેદારો સહિત મોટી સંખ્યા માં પત્રકાર મિત્રો પરિવાર સાથે જોડાયા હતા અને સમુહ પ્રવાસ નો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here