પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા માસ્ક વિના ફરતા લોકો તેમજ વાહન ચાલકોને માસ્કનું વિતરણ કરાયું

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા રંગલી ચોકડી પાસે માસ્ક વિના ફરતા લોકો તેમજ વાહન ચાલકોને માસ્કનું વિતરણ કર્યું હતું.
પાવીજેતપુર તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજુ પણ લોકો માસ્ક પહેરવાનું ટાળે છે અને સરકારની કોરોના ની ગાઇડ લાઇન નો સરેઆમ ભંગ કરનારને દંડના બદલે લોકો માસ્ક પહેરતા થાય તે માટેનો નવતર પ્રયાસ કરાલી પોલીસે હાથ ધરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here