પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૦૨૩૦૪૦૯/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ,ઈ) ,૯૮(૨), ૮૧ મુજબના ગુનાનો આરોપી કરજ્વાંટ ચોકડી પાસે ઉભો છે તેવી બાતમી આધારે સદરીના જ્ગ્યાએ તપાસ કરતા આરોપી વરશનભાઇ ભટ્ટાભાઇ રાઠવા નાનો હાજર મળતા સદરી ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
 પકડાયેલ ઇસમ :-
 વરશનભાઇ ભટ્ટાભાઇ રાઠવા રહે. રૂમડીયા ઓહરી ફળીયુ તા.કવાંટ જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here