શહેરા નગરપાલિકા પ્રમુખ સ્નેહાબેન શાહ જાતે બજારમાં નિયમોનું પાલન કરાવવા માટે નીકળી આવ્યા…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લામાં કોરોનાનો કહેર વચ્ચે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે શહેરામા સામાન્ય દિવસ હોય તેવા દ્રશ્યો જોવા મળતા નગરપાલિકાના પ્રમુખ જાતે નિયમનું પાલન કરાવવા માટે નીકળી પડ્યા હતા.

વિશ્વનાં અનેક દેશોમાં હાહાકાર મચાવી ભારત સહીત સમગ્ર ગુજરાતમાં માનવ જીવોનો દુશ્મન બનેલા કોરોના વાયરસનો પંચમહાલ જિલ્લામાં કહેર જોવા મળી રહ્યો છે અને હાલ સોસીયલ ડીસ્ટેન્સ નહિ જાળવવાના કારણે જિલ્લામાં 28 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તેમછતા પણ જો લોકડાઉનની અમલવારીમાં પ્રજાનું સમર્થન ના મળતું હોય તેવા દ્રશ્યો શહેરાના બજારોમાં જોવા મળી જાય છે. હાલની પરિસ્થિતિ વચ્ચે લોકોની અવર-જવર વધુ હોવાથી તેમજ મંજૂરી વગરની દુકાનો ખુલ્લી જોવા મળતા નગરપાલિકાના પ્રમુખ સ્નેહાબેન શાહ જાતે બજારમાં નિયમોનું પાલન કરાવવા માટે નીકળી ગયા હતા. અને તેઓ દ્વારા કાપડ સહિતની મંજૂરી વગર ખુલ્લી જોવા મળતી દુકાનો બંધ કરાવવા સાથે દુકાનોમાં ચીજ-વસ્તુ લેવા આવેલ અને અવર જવર કરતા લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા. જ્યારે અમુક લોકો ચહેરા પર માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા તેમને માસ્ક પહેરવા માટે કડક શબ્દોમા કહેવામાં આવ્યું હતું. પોલીસ, મામલતદાર , પ્રાંત કચેરી અને નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ આવી કપરી પરિસ્થિતિમાં પરિવારજનોથી દુર રહીને પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પ્રજાજનોએ પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહયોગ આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here