છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા છેલ્લા આઠ મહિનાથી વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસીંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ઈમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના કે.કે.પરમાર પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હક્કિત, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૩૦૩૭૦/૨૦૨૩ પ્રોહિ કલમ ૬૫ (એ) (ઇ), ૯૮(૨) મુજબના ગુન્હામાં પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી નિમેશભાઈ રમેશભાઈ રાઠવા રહે.નાની ઝેર તા.જી.છોટાઉદેપુર નાની ઝેર ગામે તેના ઘરે હાજર હોય તેવી મળેલ બાતમી હકીકત આધારે સદરીના ઘરે તપાસ કરતા તેઓ પોતાના ઘરમાં હાજર મળી આવતા જેઓને કોર્ડન કરી પકડી પાડી તેનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ નિમેશભાઈ રમેશભાઈ રાઠવા ઉ.વ.૨૧ રહે.નાની ઝેર ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાનો હોવાનુ જણાવેલ જેથી તેને આજ રોજ તા. ૧૮/૧૧/૨૦૨૩ ના કલાક. ૧૩/૧૦ વાગ્યે C.R.P.C. કલમ 41 (1) I મુજબ અટકાયત કરેલ છે. વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:-
નિમેશભાઈ રમેશભાઇ રાઠવા ઉ.વ.૨૧ રહે.નાની ઝેર ફળીયા, તા.જી.છોટાઉદેપુર
આ કામગીરી કરનાર:-
પો.સ.ઈ. કે.કે.પરમાર, HC રાજેશભાઈ મનુભાઈ, HC વિજયભાઈ, PCમહંમદ સાદિક
અબ્દુલભાઇ, PC યોગેશભાઇ નાથુભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here