શહેરા તાલુકાના સ્થાનિક શૈક્ષણિક (કેળવણી) ઈતિહાસ સંશોધન માટેની કાર્યશિબિર બી.આર.સી.શહેરાની અધ્યક્ષ સ્થાને યોજાઈ

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત શહેરા તાલુકાનો શૈક્ષણિક (કેળવણી) ઈતિહાસ માટેની કાર્ય શિબિર બી.આર.સી.ભવન શહેરા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ. આ પ્રસંગે DIET સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ અને બી.એમ.સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સી.આર.સી.ગોધરા મહીરાજસિંહ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા વી.જી.પટેલ, સી.આર.સી.કો.ઓર્ડીનેટરો અને સંશોધનમાં રસ ધરાવતા શિક્ષકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. કેળવણીનો ઈતિહાસ લખવા માટે ઉપસ્થિત તમામ મહાનુંભાવોએ પોતાને ફાળવેલ વિષય સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારે ઇતિહાસમાં સંદર્ભે જણાવતા કહ્યું કે સંસ્થાનું નામ, સ્થાપના વર્ષ, કાર્યવિતાર, ધ્યેય, ઉદ્દેશો, સંસ્થા માટે આપેલ યોગદાન વાળી વ્યક્તિનું મહત્વ, તેની જોડાયેલા મહત્વપૂર્ણ વ્યક્તિઓ, સંસ્થાનો પરિચય, સંસ્થાની સિદ્ધિઓ, સમાજમાં પ્રદાન, ઐતિહાસિક તથ્યો, વ્યક્તિ વિશેષ મુલાકાત, માહિતી આપનારનું નામ, વ્યક્તિ વિશેષ પરિચય અને ઈતિહાસના પ્રેરણા સ્ત્રોત વગેરે મહત્વના મુદ્દાઓ સંદર્ભે તંદુરસ્ત માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કો.ઓર્ડીનેટર ખોજલવાસા જયપાલસિંહ બારીઆએ કર્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here