તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવની દારુના વેપલામા સંડોવણી બહાર આવી

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી પોલીસ મથકમાં નોધાયેલ પ્રોહીબીશન ના ગુનામાં વોન્ટેડ પંચાયત પ્રમુખ ના પતિદેવ ને પોલીસે ઝડપી પાડયો

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ ના પતિદેવ ની દારુ ના વેપલા મા સંડોવણી બહાર આવતા અને નસવાડી પોલીસે વોન્ટેડ આરોપી અનિલ રણછોડ તડવી ને તેના ધરે થી ઝડપી પાડતા રાજકીય ક્ષેત્રે ભારે હલચલ મચવા પામી છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી પોલીસ મથકમાં તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ ના પતિદેવ અનિલ રણછોડ તડવી રહે. ચિત્રાખાડી તા. તિલકવાડા જી.નર્મદા નાઓની સામે નસવાડી પોલીસ મથકમાં પ્રોહીબીશન નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજકીય વગ વાપરીને નાસતો ફરતો હતો પરંતુ વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા ધરમેનદર શર્મા અને ડી.વાય.એસ.પી.એ.વી.કાટકડ ની સુચના અને માર્ગ થી નસવાડી પોલીસ મથક ના પી.એસ આઇ. સી.ડી.પટેલ સહિત ના સ્ટાફ ને વોન્ટેડ આરોપી તેના ધરે હોવાની બાતમી મળતા તેને તેના ધરે ચિત્રાખાડી ખાતે થી પ્રોહીબીશન ના ગુનામાં ઝડપી પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here