પંચમહાલ : શહેરા હાઇવે માર્ગ અણીયાદ ચોકડી વિસ્તારમાં પાંચ વાહન વચ્ચે અકસ્માત…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકા અકસ્માત ઝોન બની રહ્યું છે

શહેરા તાલુકામાં નેશનલ હાઈવે પરથી દોડતા વાહનોના પગલે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે

તાલુકામાં દર અઠવાડિયામાં ત્રણથી વધુ અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવી રહી છે

ત્યારે આજરોજ સવારે શહેરા હાઇવે માર્ગ અણીયાદ ચોકડી વિસ્તારમાં પાંચ વાહનો વચ્ચે અકસ્માત ની વણઝાર સર્જાય હતી

અકસ્માતમાં બે મોટરસાયકલ, એક અલટીકા ગાડી, એક 407 ટેમ્પો અને ટ્રક ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત…

ટ્રક ગાડી ના ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડના કારણે સર્જાયો અકસ્માત…

ટ્રક ચાલક ઓવર સ્પીડ ના કારણે ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો…

ચાલકે 407 ને ટક્કર મારતા રોડની સાઈડ પર ઊભેલી અલટીકા ગાડી તથા બે બાઇકને અડફેટમાં લેવાય..

ટ્રક અને ટેમ્પો ચાલક ગાડી છોડી ને ઘટનાસ્થળ પર ગાડી મુકીને ફરાર…

ટ્રક, કાર, ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ પણ જાનહાની, કે ઇજાઓ નહી થતા સૌ કોઈએ રાહત નો શ્વાસ લીધો હતો

અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાઈનો લાગી હતી

અકસ્માતના પગલે પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here