કાલોલ સડક ફળીયા ખાતેથી બાઇક ચોરાઈ જતાં પોલીસમાં ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર પરસોત્તમ નગર સોસાયટીમાં રહેતા ઈદરીશભાઈ યુસુફભાઈ જીવા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ ૧૪/૨/૨૦૨૩ ના રોજ સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યાના સુમારે પોતાની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જીજે-૧૭-બીડી-૭૦૦૨ ની સડક ફળીયા મન્સૂરી દવાખાના પાસે મૂકેલી મોટરસાયકલ જોવા ન મળતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં તેમજ સગાંસંબંધીઓ માં તથા મિત્રોને ત્યાં તપાસ કરતા/કરાવતા પણ મોટરસાયકલ મળી ન આવતા કોઈક ઈસમો દ્વારા મોટરસાયકલ ચોરાઈ ગઈ હોવાનું જાણતા કાલોલ પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here