કાલોલ સણસોલી આઉટ પોસ્ટ ના જમાદાર નું પરાક્રમ જમીન ના ઝગડા માં ખેડૂત ને અમાનુષી માર મારતા ફરિયાદ.

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

પોલીસ સ્ટેશનના મેડા ઉપર કાયદાના રખેવાળે જ કાયદો હાથમાં લઈ પોતે જ ન્યાયાધીશ બની સામાન્ય ખેડૂત ઉપર ડંડા વરસાવ્યા…

પાછળના ભાગમાં કમરની નીચેના ભાગે ડંડા ફટકારી જો કોઈને કહેતો નહીં, નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી…

કાલોલ તાલુકાના સણસોલી આઉટ પોસ્ટમાં આવેલ બોડીદ્રા ગામમાં રહેતા અરવિંદભાઈ ગણપત સોલંકીની જમીન ફરિયાદી અશોકભાઈ પર્વતસિંહ સોલંકીએ ખેડવા માટે લીધેલ જે જમીન સંદર્ભે ગત તા ૦૫/૦૫/૨૦૨૦ ના રોજ બન્ને વચ્ચે ઝગડો થતા બોલાબોલી થઈ જે ઝગડાની અરજી અરવિંદભાઈએ કાલોલ પોલીસ સ્ટેશનમાં આપી સદર અરજીના કામે અશોકભાઈને બોલાવતા તા ૦૬/૦૫/૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે તેઓ કાલોલ પોલીસ સ્ટેશનમાં જમાદાર વાડીલાલ સમક્ષ હાજર થયા હતા જ્યાં પોલીસ સ્ટેશનમાં ઉપરના માળે વાડીલાલ રામજીભાઈ દામાંએ ડંડાથી માર મારેલ, જમણાં હાથે તથા પગના તળીયાના ભાગે તથા પાછળના ભાગે કમરના અને કમરની નીચેના ભાગે ડંડા ફટકારી જો કોઈને કહેતો નહીં, નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી માર માર્યા બાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં લોક અપમાં પુરી દીધેલ અને સાંજે પાંચ કલાકે જામીન લઈને આવતા મામલતદાર કચેરીમાં રજૂ કરી જામીનમુક્ત કરેલ ત્યારબાદ તે રાત્રે દશેક વાગ્યે ફરિયાદીને શરીરમાં ખેંચ આવતા ૧૦૮ બોલાવી કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી અને વધુ સારવાર માટે હાલોલ છાયા હોસ્પિટલમાં લઈ ગયેલ હોવાનું જણાવી કાલોલ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સ્ટેશનના મેડા ઉપર કાયદાના રખેવાળ દ્વારા જ કાયદો હાથમાં લઈ પોતે જ ન્યાયાધીશ બની સામાન્ય ખેડૂત ઉપર ડંડા વરસાવી સત્તાનો દુરુપયોગ કરતા આ પોલીસ અધિકારી સામે ફરિયાદી અશોકભાઇ પર્વતસિંહ સોલંકી રહે, બોડીદ્રા તા-કાલોલ દ્વારા ફરિયાદ આપતા કાલોલ પોલીસ દ્વારા આઈ.પી.સી.કલમ ૧૬૬,૩૨૩,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી પી.એસ.આઈ કે.એચ.કારેણા દ્વારા તપાસ શરૂ કરી છે બીજી તરફ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આઈ.પી.એસ દ્વારા જમાદાર વાડીલાલની બીટમાં તાત્કાલિક અસરથી અશ્વિનભાઈની નિમણુંક કરી દીધી છે અને બનાવ બાદ જમાદાર વાડીલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું ચર્ચામાં છે.અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા ફરિયાદીએ કહ્યું હતું કે જમીન માલીક અરવિંદભાઈની સાથે સાંઠગાંઠ કરી વાડીલાલે મને માર મારેલ છે. સુરેશભાઈ નામના પોલીસે મને પકડી રાખ્યો હતો અને વાડીલાલ ડંડાથી મારતો હતો શરીરના પાછળના ભાગે બેસવાની જગ્યાએ ડંડા ફટકારતા ફરિયાદીને બેસવાની પણ તકલીફ પડે છે ફરીયાદી તથા તેના પિતાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરતા રૂબરૂ અને ફોનથી પોતાની હકીકત જણાવતા આ ફરિયાદ દાખલ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here