પંચમહાલ તથા વડોદરા જીલ્લાના અલગ-અલગ વિસ્તાર માંથી ચોરી થયેલ ૧૯ નંગ મોટર સાયકલ શોધી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્ક્ય સંબધી ગુન્હાઓ ડીટેકટ કરવા ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ.

જે અન્વયે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, શહેરા તાલુકાના શેખપુર ગામના મુવાડી ફળીયામા રહેતા સામતસિંહ જુવાનસિંહ રાઠોડ નાઓની પાસે શંકાસ્પદ મોટર સાયકલ છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નાઓએ પોલીસ મથકના સર્વેલન્સ ટીમના માણસોને સાથે રાખી શહેરા તાલુકાના શેખપુર ગામના મુવાડી ફળીયામા રહેતા સામતસિંહ જુવાનસિંહ રાઠોડ નાઓને ભોટવા ગ્રામ પંચાયત પાસે એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડેલ અને તેની સઘન પુછપરછ કરતાં તેણે અલગ-અલગ જગ્યાએથી અન્ય બીજી મોટર સાયકલો ચોરી લાવી આજુબાજુના અલગ-અલગ ગામોમાં મોટર સાયકલો આપેલ હોવાની કબુલાત કરેલ. જે આધારે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કરી પંચમહાલ તથા વડોદરા જીલ્લાના અલગ-અલગ વિસ્તાર માંથી ચોરી થયેલ મોટર સાયકલ નંગ- ૧૯ કિ.રૂ.૩,૩૫,૦૦૦/- નો ચોરીનો મુદ્દામાલ શોધી અલગ-અલગ પો.સ્ટે.ના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here