છોટાઉદેપુર : ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર ડોક્ટર પરીન સોમાણી દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર ડોક્ટર પરીન સોમાણી આવ્યા હતા જો એ છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી વિસ્તારની ગામડાની વિદ્યાર્થીનીઓને રોજગારી મળે તે માટે તાલીમ આપવામાં આવી હતી. જેઓના વક્તવ્યથી આદિવાસી બેહનો પ્રભાવિત થઈ હતી અને પ્રોત્સાહિત થઈ હતી. આદિવાસી વિસ્તારમાં રોજગારીનું અને સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય જેને ધ્યાન રાખીને ડોક્ટર પરીન સોમાણી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતા વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુરમાં તાલીમ ચલાવવામાં આવી રહી છે. જે તાલીમમાં આજરોજ ડોક્ટર પરીન સોમાણી તથા બી.કે.ડોક્ટર મોનિકાબેન બ્રહ્માકુમારી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. અને ત્યાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીની બહેનોને રોજગારી અર્થે પ્રોત્સાહન મળે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. તથા સદર કાર્યક્રમ નું સફળ આયોજન તથા સંચાલન કાદરી(પઠાણ) અસ્માંબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here