ઘોઘંબા તાલુકામાં દીપડાના ઘાતકી હુમલાઓથી રક્ષા મેળવવા માજી તાલુકા પ્રમુખની ઉચ્ચકક્ષાએ રજૂઆત…

ઘોઘંબા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જીલ્લાના આંતરીયાળ એવા ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જંગલી જાનવર એવા દીપડાનો આતંક વધી ગયો છે, આ સપ્તાહ દરમિયાન તાલુકાના બે માસુમ બાળકોને ઘાતકી દીપડાએ પોતાનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતર્યા હતા ત્યારે ગત રોજ રાત્રી દરમિયાન સીમલીયા ગામના પીપળીયા ફળિયામાં એક વૃધ્ધા પર ઘાતકી હુમકોકરી ઘાયલ કરી દેવાયા હતા જેના કારણે હાલ ઘાતકી દીપડાનો ભોગ બનેલા વૃધ્ધા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.

અમારા પ્રતિનિધિ થાકી મળતી વિગતો મુજબ પંચમહાલ જીલ્લાના આંતરિયાળ એવા ઘોઘંબા તાલુકામાં જંગલી જાનવર એવા ઘાતકી દીપડાનો આતંક રોજ બરોજ વધતો જાય છે, ગ્રામ્ય કક્ષાના ગરીબ ઘભરૂ લોકો દિવસ દરમિયાન ખેત મજુરી કામકરી થાકી જાય છે અને રાત્રીના સમયે આરામ કરવાનું ત્યાગી ઘાતકી દીપડાના આતંકની બીકે પોતાની ઊંઘ ખરાબ કરી ઉજાગરા કરતા રહે છે. જેની દુખદ વેદનાને લઈને ઘોઘંબા તાલુકાના માજી તાલુકા પ્રમુખ નટવરસિંહ કે ચૌહાણે ટ્રાયબલ ડેવલપમેન્ટ એન્ડ ફોરેસ્ટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાને પત્ર લખી જણાવ્યું હતું કે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા તથા આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી વાઘનો ત્રાસ વધી ગયો છે. ઘણા ગામોમાંથી ગાય તથા બકરાનો શિકાર કરેલ છે.જેથી આ વિસ્તારના લોકોમાં ફફડાટ વધી ગયો છે.ગઈ કાલે ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામના પીપળીયા ફળિયામાં બારિયા ચોખલીબેન મોહનભાઈ પોતાના ઘરે રાત્રે જામી પરવારીને બહાર બેસી તાપણું તાપી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વઘે હુમલો કર્યો હતો. તેઓ ખુબજ ઘાયલ ને નાજુક હાલતમાં છે આ બાબતે જંગલખાતાના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપતા નથી કે કાર્યવાહી કરતા નથી, તેમજ આ વિસ્તારમાં આ રીતના બનાવો રોજે રોજ બનતા રહે છે અને ઘ્તાકી વાઘના આતંકથી હાલ સુધીમાં છ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે તો આ બાબતે નજીકના ફોરેસ્ટ અધિકારીઓને કાર્યવાહી કરવા વિનતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here