સમગ્ર શિક્ષા શહેરાના કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના ડેટાબેઝની કામગીરી કરવામાં આવી

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, ગાંધીનગર અને સમગ્ર શિક્ષા પંચમહાલની કચેરીની સુચના અન્વયે સમગ્ર શિક્ષા શહેરા અંતર્ગત કામ કરતા કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મચારીઓના ડેટા સંગ્રહિત કરવા માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં આવેલ છે. ડેટા બેઈઝની કામગીરી અંતર્ગત શહેરા તાલુકામાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના ડેટા બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં ૫ સી.આર.સી.કો.ઓર્ડીનેટર, બી.આર.પી.પ્રજ્ઞા, ૮ સ્પેશિયલ એજ્યુકેટર, બ્લોક એમ.આઈ.એસ., ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્વીપર કમ ચોકીદાર, રીસોર્સ પર્સન મોનીટરીંગ, ૧૦ કે.જી.બી.વી.જૂની પાદરડી અને ૫ કે.જી.બી.વી.બોડીદ્રા ખુર્દ અને કે.જી.બી.વી.મોડેલ સ્કૂલ કાંકરી વગેરે સંસ્થાઓના સ્ટાફની શૈક્ષણિક લાયકાત, પાનકાર્ડ, આધારકાર્ડ, પ્રથમ હુકમ અને હાજર રિપોર્ટ, હાલમાં ચાલુ નિમણુંક હુકમ, તમામ કરારના નિમણુંક હુકમો, બદલીના તમામ હુકમો ચકાસણી ડેટા ઓપટેટર કમ ઓફીસ આસિસ્ટન્ટ શ્રીમતી ગીતાબેન બારીઆ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયેશભાઈ પરમાર, ધવલભાઈ પરમાર, માવલી મતીન શબ્બીરભાઈ અને સુરપાલસિંહ ગોહિલ દ્વારા બી.આર.સી.ભવન શહેરા ખાતે ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવી હતી. તમામ ડેટા વેરીફાય દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here